Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

જંગલ વિસ્તારમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓને કુવામાં પડતા બચાવવા માટે પાળાપેટ વોલ બનાવવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮ થી ૧૬ હજાર સુધીની સહાય

ગીર સોમનાથઃ બૃહદગીર વિસ્તારમાં આવતા રેવન્યુ ગામોમાં આવેલા ખુલ્લા કુવાઓમાં વન્યપ્રાણીઓ પડી જવા અંગેના બનાવો બનતા હોય છે. જે અકસ્માતો અટકાવવા માટે ગુજરાત રાજ્ય સરકારે ખુલ્લા કુવાઓ પારાપેટ વોલ બાંધી સુરક્ષીત કરવાઅંગેની યોજના અમલમાં મુકી છે.

ખુલ્લા કુવાઓ સુરક્ષીત કરવા માટે સરકાર દ્વારા કામગીરીમાં લોકોનો સહયોગ થઇ શકે તે માટે દરેક કુવા દીઠ ખરેખર થયેલ ખર્ચ અથવા રૂા. આઠ હજાર બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય કરવામાં આવે છે. તેમજ મોટા ઘેરાઇના વિસ્તારનાં કુવાઓ માટે રૂા. ૧૬ હજાર સુધી સહાય મળી શકશે. ખુલ્લા કુવાઓ સુરક્ષીત કરવા અંગે સરકારનાં નિયમોનુસાર ઉંચાઇ લઘુત્તમ એક મિટર જાડાઇ ૦.૨૩ સે.મી. તેમજ બહારની સાઈડ પ્લાસ્ટર અને અંદરની સાઈડ વાટા કરી કુવાઓ સુરક્ષીત કરવાનાં રહે છે. માટે ખુલલ કુવાઓ સુરક્ષીત કરવા ખેડુતો, એન.જી.ઓ, અને. અન્ય ખાનગી સંસ્થાઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખુલ્લાકુવાઓ સુરક્ષીત કરવા અંગે સરકાર દ્વારા સદરહુ યોજના સર્વિસ હેઠળ આવરી લીધેલ હોય ખેડુતો http://forestservices.gujarat.gov.in?eservices?parapit?frmparapitApp.asx ઉપર કરી શકશે.

અરજદારની અરજીનો દિવસ ૩૦માં નિકાલ કરવામાં આવશે. જ્યારે ઓફલાઇન અરજી બૃહદગીર વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવાઓ સુરક્ષીત કરવા સરકારની સહાયનો લાભ મેળવવા માટે ખેડુતો/એ.જી.ઓ. ખાનગી સંસ્થાઓ વગેરે દ્વારા તેમની લાગુ રેન્જ કચેરીનો સંપર્ક સાધી નિયત નમુનાની અરજી ફોર્મમાં જરૂરી સાધનિક દસ્તાવેજી પુરાવા સાથે અરજી તથા એમ.ઓ.યુ કરવાના રહેશે. જે મંજુર થયે તેમના હસ્તકનાં ખુલ્લા કુવાઓ સુરક્ષીત કરવાનો રહેશે .કુવાઓ સુરક્ષીત કર્યા બાદ રેન્જ કચેરીએ જાણ કરવાથી રેન્જનાં પ્રતિનિધી દ્વારા ખુલ્લાકુવાની માપસાઈઝ લઇ તેનું વીયર તૈયાર કરવામાં આવશે. અને વિભાગીય કક્ષાએથી જે તે લાભાર્થીનાં બેંક ખાતામાં સીધુ ચુકવણું કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લા હેઠળની જુદી જુદી કચેરીઓ જોઇએ તો વિસાવદર ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી ફોન નંબર ૦૨૮૭૩ ૨૨૨૨૯૮ છે. જ્યારે મેંદરડાનાં આલીધ્રા રોડ પર રેન્જ ફોરેસ્ટ કચેરીનાં નંબર ૦૨૮૭૨-૨૪૧૦૬૨, માળીયા હાટીનાં દેવળીયા રેન્જનાં નંબર ૦૨૮૭૭-૨૯૬૪૮૦ છે. સાસણ નોર્મલ રેન્જ કચેરીનાં નંબર ૦૨૮૭૭ ૨૮૫૫૦૮, જૂનાગઢ અને ભેસાણ તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ કચેરી ડુંગર ઉત્તર રેન્જ લીમડા ચોક, જૂનાગઢ ફોન નંબર ૦૨૮૫-૨૬૫૧૭૬૩, જૂનાગઢ ડુંગર દક્ષીણ રેન્જ સરદારબાગ રેન્જ ફોરેસ્ટ કચેરી ફોન નંબર ૦૨૮૫- ૨૬૩૩૭૧૧, માંગરોળ તાલુકા માટે રેન્જ ફોરસ્ટ કચેરી ફીશરીઝ કોલોની સામે ફોન નંબર ૦૨૮૭૮-૨૨૨૨૪૨ છે.

(5:52 pm IST)