Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કરોડોના જમીન કૌભાંડમાં મોરબી-રાજકોટના ૩ વકીલ સહિત ૮ શખ્સો સામે ફરીયાદ

જાહેર નોટીસના સહીવાળા પાનાનો સાટાખત બનાવવામાં ઉપયોગ કર્યોઃ મોરબી એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ

મોરબી, તા.૨૨: મોરબીમાં સતવારા વૃધ્ધની માલીકીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવા અંગે મોરબી રાજકોટના ત્રણ વકીલ સહિત ૮ શખ્સો સામે ફરીયાદ થયા બાદ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના માધાપર વિસ્તારના રહેવાસી મલાભાઇ અરજણભાઈ ઉર્ફે અજાભાઇ હડીયલ (ઉ.વ.૬૨) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જગદીશ વાઘરીયા રહે રાજકોટ, ડી એમ પારેખ નોટરી એન્ડ એડવોકેટ રહે મોરબી શકિત પ્લોટ, જી એમ બારોટ વકીલ રહે પુનીતનગર, મોરબી ધનાભાઇ સુરાભાઇ રબારી રહે શકત શનાળા મોરબી, મંજુબેન જે.વાઘેલા વકીલ રહે. રિધ્ધી સીધ્ધી સોસાયટી શેરી નં.૧ ગોંડલ રોડ, રાજકોટ, વિજયસિંહ ડાભી રહે મેટોડા રાજકોટ, વનરાજ જેસંગભાઈ સીતાપરા રહે સુરેન્દ્રનગર અને હરદીપ જેના મોબાઈલ નં ૮૭૩૪૯ ૮૧૧૬૫ આરોપીઓએ પૂર્વ નિયોજિત કાવતરું રચીને ફરિયાદી અને સાહેદોને વિશ્વાસમાં લઈને સંયુકત માલિકીની જમીન વેચાણ કરવી હોય જેથી જાહેર નોટીસ આપી પ્રેસનોટની નોટીસ બનાવી તેમાં ફરિયાદી અને સાહેદોની સહીઓ લઈને જે જાહેરનોટીસના સહીવાળા પાનાનો ખોટા સાટાખત બનાવવામાં ઉપયોગ કરીને સાટાખતમાં ફરિયાદી અને સાહેદોની સહી સામે તેમના પુત્રના ફોટો ચોટાડી આરોપીઓએ સહી કરી ખોટા ચૂંટણીકાર્ડ ઉભા કરીને સાટાખતમાં નોટરી કરી સાક્ષી તરીકે બે આરોપીએ સહી કરી ખોટું સાટાખત બનાવી સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ કરોડોના કૌભાંડની તપાસ મોરબી એલસીબીને સુપ્રત કરાતા પી.એસ.આઇ આર.ટી (( તથા રાઇટર વિક્રમસિંહે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:49 pm IST)