Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

જામનગરમાં મેયરની નિષ્ફ્ળતાનો વિરોધ: કોંગ્રેસ પ્રમુખ ગિરીશ અમેઠીયાની અડધા મૂડને અટકાયત

કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માદામ,વિપક્ષી નેતા અલ્તાફ ખાતરી સહીત 40 લોકોની અટકાયત

જામનગરમાં મહાપાલિકાના મેયરની નિષ્ફળતાના વિરોધમાં કોંગ્રેસ વિરોધ કાર્યક્રમ કરે એ પહેલા પોલીસે અટકાયત કરી હતી આ સમયે પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરિશ અમેઠિયાનું પૂરું મુંડન થાય તે પહેલા જ પોલીસ દ્રારા લાલબંગલા સર્કલ પરથી તેની અટકાયત કરી હતી.

  પોલીસે શહેર કોગ્રેસ પ્રમુખ ઉપરાંત કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ, વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિત ચાલીસેક કોંગ્રેસી કાર્યકરોની અટક કરી હતી.

  કોંગ્રેસનો આક્ષેપ છે કે, જામનગર મહાનગરપાલિકાના મેયર તરીકે હસમુખ જેઠવાએ જયારે ચાર્જ સંભાળ્યો ત્યારબાદ પાંચ સામાન્ય સભા મળી છે.પરંતુ, એક પણ સામાન્ય સભામાં જામનગરના પ્રાણ પ્રશ્નોની ચર્ચા થઈ શકતી નથી. વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં પોતાનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરાતો હોવાનો સત્તાપક્ષ પર આક્ષેપ કર્યો છે.

(2:52 pm IST)