Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વિંછીયામાં તાલુકા કોર્ટનુ ઉદ્દઘાટન

જસદણ -વિંછીયા તા.રર : વિંછીયામાં તાલુકો બન્યા બાદ હવે તાલુકા કોર્ટ મળતા તાલુકા કોર્ટનુ રવિવારે વિધિવત ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં જસદણ-વિંછીયા અને રાજકોટના વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિંછીયા સેવા સદનના ત્રીજા માળે કોર્ટ સંકુલને ખુલ્લુ મુકતા જજ ડિસ્ટ્રીક અને શેશન જજ ગીતા ગોપી મેડમે જણાવ્યું હતું કે વિંછીયા તાલુકાની પ્રજાને અહી કોર્ટ મળી જતા લોકોને ઘર આંગણે ઝડપી ન્યાય મળી રહેશે છેવાડાના માનવીને જસદણ સુધીના લાંબા ધકકામાંથી મૂકિત મળશે. સમય અને નાણાનો વ્યય અટકશે સાથે ગીતા મેડમ એ ઉપસ્થિત જજો અને વકીલોને ટીપ આપતા જણાવ્યું કે જજે એવુ જ માની લેવુ કે તેન ેબધુ આવડે છે અને વકીલે ધારદાર રજુઆત કરવા ઉંડો અભ્યાસ અને નોલેજ કેળવવા પડે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જગદીશભાઇ આચાર્યએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા હિરેનભાઇ પરમાર બાર એસો.સી.એશન વિંછીયા વનરાજ હાડા - ઉપપ્રમુખ વિંછીયા તથા સંજય રામાનું જ સેક્રેટરીએ વિશેષ જહેમત ઉઠાવી હતી આભાર દર્શન હિરેન પરમારે કર્યું હતું લુહાર સુથાર જ્ઞાતીની વાડીમાં ભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયેલ હતો.

(12:38 pm IST)