Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કાલાવડનાં મુખ્ય રાજમાર્ગો ઉપર સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય

ભંગડાના સામાજિક કાર્યકર જાડેજાની રજુઆતને સફળતા

કાલાવડ તા.રરઃ કાલાવડ શહેર તથા તાલુકાનાં ભંગડા ગામના વતની એક સામાજીક જાગૃત નાગરિક શ્રી રામદેવસિંહ રતુભા જાડેજા રે. ભંગડા ગામવાળાએ કાલાવડ શહેર ખાતે મુખ્ય રોડ રસ્તા તથા તમામ મુખ્ય ચોક તેમજ શાકમાર્કેટ, બુધવારી અને બસ સ્ટેન્ડ જેવા ધમધમતા વિસ્તારોમાં દિનબદીન ચીલઝડપ, છેડતી જેવા ગુન્હાઓ તથા આવારા પ્રવૃતિઓ જેવા ગુન્હાઓ બનતા હોય જેને અટકાવવા માટે સીસીટીવી કેમેરા મુકવા કાલાવડ નગરપાલિકા, કલેકટર સાહેબ, એસ.પી. સાહેબ-જામનગરને અનેક વખત રજુઆતો કરી હતી.

આ રજુઆતોને ધ્યાને લઇ તમામ કાલાવડના શહેરીજનો વતી કાલાવડ નગરપાલિકાએ આ દરખાસ્ત સ્વીકાર તા.૧૬ની નગરપાલિકાનો જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવેલ છે.

રામદેવસિંહની આ રજુઆતને સફળતા મળતા કાલાવડ શહેરની જનતામાં ખુશીની લહેર ફેલાઇ જવા પામી છે. હવે ટુંક સમયમાં સીસીટીવી કેમેરા માટેની કાર્યવાહી હાથ ધરાશે.

(12:27 pm IST)