Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સુરક્ષા સેતુ સોસાયટી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તથા મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા શહીદ દિવસની ઉજવણી

મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓદ્યોગિક શહેર મીઠાપુર ખાતે શહીદ દિવસ નિમિતે સુરક્ષા સેતુ સોસાયટી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તથા મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ જિલ્લામાં સોૈ પ્રથમ મીઠાપુરનાં ઝંડા ચોક બેંક ઓફ બરોડા સામે સાંજે ૬ વાગ્યાથી એક સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવૃત સૈનિકો, મીઠાપુર પોલીસ સ્ટાફ, ટાટા કેમિકલ્સના અધિકારીગણ, વેપારીગણ અને આશરે ૧૫૦૦ જેટલા મીઠાપુરવાસીઓ જોડાયા હતા. આ ઉજવણીમાં સોૈ પ્રથમ દિપ પ્રાગટય બાદ મીઠાપુર તથા આજુબાજુના વિસ્તારમાં કાર્યરત શાળાઓ જેવી કે મીઠપુર ડી.એ.વી. સ્કૂલના બાળકો દ્વારા નન્હા મુન્હા રાહી હું, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આરંભડાના બાળકો જય હો, સેન્ટી મેરી સ્કૂલ ભીમરાણાના બાળકો દ્વારા દેશભકિત ફયુઝન, નુતન બાલ શિક્ષણ સંઘ મીઠાપુરના બાળકો, ડીફેન્સ એકેડમી દ્વારકાની બાળકીઓ વગેરે જેવી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ તકે મીઠાપુર નજીક આવેલા મોજપ ગરબી મંડળની બાળાઓ દ્વારા રજુ કરવામાં આવેલી કૃતિતો આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. આ ઉપરાંત અલગ અલગ સિંગર જેવા કે સરયુબેન બાંસ સ્ટેનીશભાઇ બાંસ, સોમેશભાઇ લધા, આશિષભાઇ જોશી, સવજીભાઇ, કિશોરભાઇ જેઠવા તેમજ વિનયભાઇ વાયદા વગેરે દ્વારા દેશભકિતના ગીતોનું ગાયન કરીને ત્યાં ઉપસ્થિત સોૈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આવા ખુબજ જોરદાર પ્રોગ્રામના આયોજનમાં મીઠાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિલા અધિકારી પી.આઇ સાહેબ શ્રી ચન્દ્રકાલાબા જાડેજા ઉપરાંત એલઆઇબી બ્રાંચના શૈલેષભાઇ તેમજ પુરા સ્ટાફનો સિંહફાળો હતો. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા, મીઠાપુર)

(12:22 pm IST)