Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

બોટાદ ડેપો દ્વારા એકસપ્રેસ રૂટનો પ્રારંભ : વિંછીયાના મુસાફરોને ફાયદો

વિંછીયા, તા. રર : બોટાદ એસ.ટી. ડેપો દ્વારા બોટાદ-રાજકોટ એકસપ્રેસ નવો બસ રૂટ શરૂ થતા મુસાફર જનતામાં રાહતની લાગણી પ્રસરી ગઇ છે. આ બસ રૂટ બોટાદથી સવારે ૭-૪પ વાગ્યે ઉપડી વાયા પાળીયાદ-વિંછીયા-જસદણ-આટકોટ થઇ રાજકોટ જશે અને ૧૧ વાગ્યે આજ રૂટ પર ફરત  ફરશે. આજ એકસપ્રેસ રૂટ ફરી બપોરના ૩-૧પ વાગ્યે બોટાદથી ઉપડી રાજકોટ જશે ને સાંજના ૭ વાગ્યે રાજકોટથી બોટાદ તરફ પરત ફરશે. આ નવા રૂટનો લાભ લેવા બોટાદ એસ.ટી.ની એક યાદી જણાવે છે.

(12:20 pm IST)