Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ધારી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની માંગણી

ધારી તા. રર :.. ધારી તાલુકામાં આ વર્ષે વરસાદ નહીવત થવાનાં કારણે મગફળી-કપાસ તેમજ અન્ય પાકો નિષ્ફળ ગયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ધારી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી ધારી તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને લેખીતમાં માંગણી કરેલ છે, ધારી તાલુકાના ૮૪ ગામોમાં આ વર્ષે ૭૦ હજાર હેકરટમાં વાવેતર થયેલ છે અને ચોમાસા દરમિયાન ધારી તાલુકામાં માત્ર ર૦પ મી. મી. વરસાદ પડેલો છે. અપુરતા અને અનિયમિત વરસાદના કારણે ખેતીનો ઉભો પાક સૂકાઇ ગયેલ છે જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણે નુકસાન થયેલ છે. ઉનાળામાં ધારી તાલુકામાં પીવાના પાણીની પણ અછત વર્તાશે. આવી સ્થીતીમાં તાલુકાના હિત માટે વહેલી તકે અસરગ્રસ્ત જાહેર કરવો જરૂરી છે. ધારી તાલુકો ખેતી આધારીત તાલુકો છે, ત્યારે શિયાળો અને ઉનાળામાં ગંભીર પરિસ્થિતી ઉભી ન થાય તેના ભાગરૂપે વહેલી તકે તંત્ર સક્રિય બનીને ખેડૂતો-પશુપાલકો અને આમ જનતાની વહારે આવે તેવી લેખીતમાં તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કૃષી મંત્રીશ્રી આર. સી. ફળદુ, મહેસુલ મંત્રીશ્રી કૌશીકભાઇ પટેલને લેખીતમાં રજૂઆત કરેલી છે.

(12:19 pm IST)