Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પીજીવીસીએલના પરિવારે તહેદિલથી અહર્નિશ ગ્રાહક/સેવાનો ધૂણો જલતો રાખ્યો-રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

અંજાર પીજીવીસીએલ વર્તુળને ગ્રાહકોની સેવા અર્થે એક સાથે ૩૪ નવા વાહનોની સોંપણી કરાઇ

ભુજ, તા.૨૨: અંજાર પીજીવીસીએલ વર્તુળ ખાતે ગ્રાહકોની સેવા સુવિધા અર્થે એક સાથે ૩૪ નવા વાહનોની પ્રતિકાત્મક સોંપણી કરતાં અંજાર ધારાસભ્ય રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે પીજીવીસીએલ પરિવારે તહેદિલથી અહર્નિશ સેવાનો ધૂણો જલતો રાખ્યો છે તેના તાળીઓના ગડગડાટ વચ્ચે વધામણા કર્યા હતા.

તો કર્મઠ, કર્મયોગીઓના ઓવારણા લેતાં 'સેવા પરમો ધર્મ'નો મંત્ર તેમની સંવેદનશીલ રૂપાણી સરકારની આગવી ઓળખ છે તેવું સગૌરવ જણાવ્યું હતું.

તેમણે એજીવીકે સંઘ સૌથી વધુ સભ્યપદ તરફ આગળ વધી રહયું છે ત્યારે તેના દોઢ દાયકાથી પોતે કાર્યકારી અધ્યક્ષ છે તેનું ગૌરવ, સભાસદોનો ઋણ સ્વીકાર કરતાં સંદ્યનું સભ્યપદ, જ સેવા સુવિધાનો પર્યાય બની રહેવા તેમની દિલી શુભકામનાઓ પાઠવતાં કોન્ટ્રેકટર મિત્રોને તેઓ વાજબી દર વધારો અપાવી શકયા છે અને સામે પુર તરવામાં પણ ખરા ઉતર્યા છે તે માટે પરમતત્વની કૃપા, હજારો સભાસદોના પીઠબળ વિશ્વાસને પાયારૂપ ગણાવ્યા હતા. તો સેંકડો સ્વરોજગાર નવા વાહનોથી ઉભા થશે તેને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ સૌરાષ્ટ્ર કોન્ટ્રેકટર એશો.ના શ્રી ગોપાલભાઇ આહીર, ડીલરશ્રી રાજુભાઇ રામચંદાણી, એજીવીકે સંદ્યના શ્રી નાયકજીએ તેમના પ્રતિભાવ આપતાં સેવા, સુવિધાની તક મળી છે તેનો સદુપયોગ કરાશે તેવું છાતી ઠોકીને જણાવ્યું હતું.

પ્રારંભમાં પ્રસંગ પરિચય, મંત્રીશ્રી મહેમાનોનું શાલ, પુષ્પ અને પાઘે સ્વાગત એસ.ઇ.શ્રી મેઘાણી, કાર્યપાલકશ્રી મહેશ્વરી, શ્રી કષ્ટાજી, શ્રી તવીયાર, શ્રી અશ્વિનસિંહભાઇ ઝાલા, સી.ટી.ગોહેલ, રણછોડભાઇ લાડલા, ફરશીથી વિશેષ સ્વાગતશ્રી ગોપાલભાઇ માતા, વસંત લક્ષ્મણ, પ્રવિણ પટેલ, શ્રી યાદવ તથા શ્રી મહેશસિંહ અને હોદેદારોએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આભારદર્શનશ્રી નાયકે કર્યુ હતું.

આ પ્રસંગે નાયબ ઈજનેરશ્રી પટેલ,  માળીજી, વરિષ્ઠ શુકલાજી, જાડેજા, ગઢવી, સોલંકી, જી.એસ.માતા, શૈલેષ સથવારા,  સુતરીયા, વિનોદ યાદવ, ભરત માતા, દિપક સોરઠીયા, એજીવીકેના હોદેદારો, સ્ટાફના મિત્રો ઉપસ્થિત રહયા હતા

(12:15 pm IST)