Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પોરબંદર દરિયાઇ પટ્ટી ઉપર ગેરકાયદે ખાણો ઉપર અનેક વખત દરોડા છતાં પરિણામ શુન્ય

પોરબંદર તા.૨૨: માધવપુરથી મિયાણી ૧૦૦ એકસો કિલોમીટરના કાંઠાળો વિસ્તાર પર પોરબંદરથી માધવપુર વચ્ચેની પટ્ટી અંદરના ભો ભુદરસીમ સહિતનાં વિસ્તારોમાં ઓડદર સુધીમાં આસરે લીઝ ધારક સહિતની બિનઅધિકૃત લીઝ ધરાવતી ખનીજ સંપતિ ખોદાણ મોટા પાયે ચાલે છે. અનેક વખત વિજીલન્સન સહિતના દરોડા પડયા તેની કોઇ અસર રહી નથી.

મિયાણાથી ટુકડા -ભાવપરા, કાંટેલા, કુછડી, જખરના સમુદ્રી કાંઠા પર મોટેપાયે ભુ માફીયાનું સામ્રાજય આવેલ છે. તંત્ર પણ ટુંકું પડે પ્રતિકાર કરવા ભુ માફીયાઓએ પોતાની સિકયુરીટી ફોજ બનાવેલ છે. અનેક વખત વિજીલન્સ સહિત આ વિસ્તારમાં દરોડા પાડયા પરિણામ માટે પ્રશ્નાર્થ કાર્યવાહી થયા પછી ભાગ્યેજ રિઝલ્ટ બહાર આવે છે. અંકુશ કયાં કારણોસર આવતો નથી?

સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદરનો જળસિમા વિસ્તાર અતિસય સંવેદનશિલ ગણાય છે. અનેક પ્રવૃતિઓ બહાર આવી છે. સમુદ્ર કિનારા નજીકમાં ખનીજ માફીયાઓએ ખોદાણ કરી ખનીજ સંપતિ બિલ્ડીંગ સ્ટોન-અંદરના ભાગોથી લાઇમ સ્ટોન કાઢે છેે. ચર્ચીત હકિકત તો ઘણી બહાર આવે છે.

આ હકીકત નજરમાં આજથી બે દાયકા આસપાસ આવતાં તાત્કાલીક સુરક્ષા માટે એમ.આર.વી.ની સુરક્ષા ચુસ્ત રાત્રી દિવસ થાણા ઉભા કરી કાર્યરત થયેલ. સને ૧૯૮૫ થી ૧૯૯૨ સુધી દેશ દ્રોહી ગદ્દારો આતંકવાદીઓ માટે નજરમાં રહેલા.. તે સમયે દાણચોરીથી ચાંદી-હથીયાર, આર.ડી.એકસ, ઇલેકટ્રોનિક આઇટમો, કાપડ વગેેરે ઘુસાડવામાં આવતા હાલ પણ હથીયાર આર.ડી.એકસ લેન્ડીંગ કે આતંકવાદી દેશદ્રોહી ગદ્દારો કયારે ઉપયોગ કરી લ્યે તે કહી શકાય નહીં.

પોરબંદરની બોટનો કિસ્સો નજર સમક્ષ છે. તપાસ પૂર્ણ થવા છતાં તે ઘટના જીવંત રહે છે. મુંબઇ બ્લાસ્ટ ૧૯૯૩ તા. ૨૬-૧૧-૨૦૦૮નો હુમલો બ્લાસ્ટ ગાજતા રહયા છે.

જળસુરક્ષા એજન્સીએ પોરબંદર નજીક જળસિમામાંથી હેન્નરી નામનું શંકમંદ જણાતું જહાંજ પકડેલ તેના ક્રુ પોરબંદર જેલમાં છે. રૂ. ૪૫૦૦/- હાજર કરોડનો કેફી માદક પાઉડર પકડેલ તેની સરકારમાં નોંધ છે.

હાલ માધવપુર થી મિયાણી દરિયાઇ પટ્ટી પર હોસ્ટેલ હાઇ-વે ધોરીમાર્ગ ૮(ઇ) પહોળો કરાઇ રહયો છે. કેટલીક જગ્યાએ ખનીજ ખાડાઓની ધારોધાર હોસ્ટેલ હાઇ-વેનું ડાયવર્ઝન અપવામાં આવેલ છે. મોટા અકસ્માતનો ભય રહયો. તેમ કહેવાય રહેલ છે. સ્થાનિક તેમજ વહીવટી તંત્ર ભુમાફીયાની નજરથી દૂર રહે છે! સમુદ્ર કિનારા નજીક હોવાથી જળસિમાહ પરથી દેશદ્રોહી ગદ્દારો કે આતંકવાદીઓ કે પાડોશી દેશમાંથી આઇ.એસ.આઇ.ના ઇશારે નિયુકત કરનારાઓ ખુલ્લા દરિયા કિનારેથી પ્રવેશી શકવાની સંભાવના રહે છે. વારંવાર એલર્ટ પણ કરાય છે, ત્યારે ખનન પ્રવૃતિઓ અટકાવવા માટે મોૈન સેવતા રહેલ છે.(૧.૫)

(12:02 pm IST)