Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પાકિસ્તાન મરીન દ્વારા વધુ ર બોટ સાથે ૧પ માછીમારોના અપહરણ

સીઝનના પ્રારંભે નાપાક હરકતથી માછીમારોમાં રોષ : સજા પૂરી થતા માછીમારોને છોડી દેવાય, પરંતુ કિંમતી બોટ પરત અપાતી નથી

પોરબંદર, તા. રર : જખૌ જળ સીમાએ પાક મરીન સીકયુરીઝ દ્વારા ૩ બોટ સાથે ૧૮ માછીમારોના અપહરણ બાદ ખુદા દોસ્ત એ કરમ અને અલ ગરીબ નવાઝ નામની વધુ ર બોટ સાથે ૧પ માછીમારોના અપહરણથી માછીમારોમાં રોષ વ્યાપી ગયેલ છે.  ફિશીંગ સીઝનના પ્રારંભથી જળસીમાની અંદર ઘુસી જઇને પાક મરીન ભારતીય માછીમારોને ઉપાડી જતાની ફરીયાદો માછીમારો લાંબા સમયથી કરી રહેલ છે છતાં ભારત-પાકિસ્તાન વચ્ચે ણસેલા સંબંધોને લીધે માછીમારોનો પ્રશ્ન સમાધાનકારી વાતચીત થઇ શકતી નથી.

માછીમારોના અપહરણ બાદ સજા પૂરી થતાં માછીમારોને જેલમાંથી મુકત કરાય છે, પરંતુ માછીમારોના સ્વરોજેગારીના સાધન કિંમતી પરત અપાતી નથી. માછીમારોને મોટું નુકશાન સહન કરવું પડે છે. (૮.૭)

(11:54 am IST)