Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મુખ્યમંત્રી રૂપાણી અને જસ્ટિઝ સુભાષ રેડ્ડીના હસ્તે બોટાદમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું

સીએમનો ઘેરાવ નમાટે પહોંચેલા ધારાસભ્ય પ્રવીણ મારુ અને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

બોટાદમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી સાથે હાઇકોર્ટના જસ્ટિસ સુભાષ રેડ્ડી તેમજ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી તેમજ જસ્ટિસ સુભાષ રેડ્ડીના હસ્તે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

 બોટાદમાં મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીના કાર્યક્રમનો વિરોધ થયો હતો સીએમના ઘેરાવ કરવા પહોંચેલા ધારાસભ્યની અટકાયત કરી હતી ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂની અટકાયત કરાઇ હતી.

  સાળંગપુર રોડ પરથી પ્રવિણ મારૂની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની પણ અટકાયત કરી હતી.

(7:29 pm IST)