Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પોરબંદરમાં જૂગાર રમતા પ શખ્‍સો ૩ર હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ૧૬ :.. મેમણવાડામાં રહેણાંક મકાનમાં તીનપતી જૂગાર રમતા રફીક મામદ શમા, અસ્‍ફાક મામદ શમા, ઇરફાન કાસમ, સલીમ અલી મોહમદ તથા યાસીન ઉર્ફે કાલીને એલસીબીના પોલીસ કોન્‍સ્‍ટેબલ વિપુલભાઇ મેરામણભાઇ બાતમીના આધારે દરોડો પાડીને પકડી પાડયા હતાં.

જૂગાર રમતા શખ્‍સો પાસેથી ૩ર૧૦૦ રોકડ મળી આવેલ છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:28 pm IST)