Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

શીંગવડા નદિમાં પ્રથમ પુરનું ભાજપ દ્વારા પૂજન

સમગ્ર ગુજરાતમાં ચાલેલા સુજલામ સુફલામ યોજનામાં કોડીનાર શહેરની જીવાદોરી સમાન શહેરની મધ્યેથી પસાર થતી શીંગોડા નદીને ઉંડી ઉતારાયા બાદ મેઘરાજાએ કોડીનાર ઉપર સુભાશીષ વર્ષાવ્યા બાદ શીંગોડા નદિના બંનેકાંઠે પાણી વહેતાની સાથે ધસમતો પ્રવાહ પુલ ઉપરથી વહેવા લાગતા કોડીનાર ભાજપના સુભાષભાઇ ડોડીયા, નાનુભાઇ સાગર, રામભાઇ વાઢેર, જીસાનભાઇ નકવી, હાજી રફીક જુણેજા, દાદાબાપુ, માનસીંગભાઇ, ભગુભાઇ પરમાર સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં ભેગા થઇ સીઝનના આવેલા પ્રથમ નીરના વધામણા કરી શાસ્ત્રોકત વિધિથી સંજયભાઇ શાસ્ત્રી દ્વારા પૂજન કરી મેઘરાજાનો આભાર માન્યો હતો.(૨૧.૧૦)

(12:17 pm IST)