Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઉપલેટાના વેણુ ડેમમાં પણ નવા નીરની ભરપૂર આવક

ઉપલેટા, તા.૧૬: અહિંયા છેલ્લા ત્રણ દિવસ થયા શહેર તથા તાલુકામાં પ થી દશ ઇંચ વરસાદ થતાં જગતનો તાત માં આનંદની લાગણી જોવા મળે છે.

ભાયાવદર પાસે આવેલ મોજ ડેમની સપાટી ૧૬-૨૦ હતી જેમાં એક દિવસમાં ૧૪ ફુટ નવું પાણી આવક થતા સપાટી ૨૦-પ૦ થયેલ છે. જયારે બીજો ડેમ ગાયત્રી આશ્રમ - ગધેથડ પાસે આવેલ વેણું-૨ ડેમ ખાલી હતો જેમાં નવા નીરની આવક જેમાં ૧૨-૪૦ ફુટ થયેલ છે. આ બન્ને ડેમમાં એક દિવસમાં પાણી આવક થયેલ હતી જયારે ભાદર ડેમ ૯૦ ટકા ભરાય ગયેલ છે. જો વધુ પાણીની આવક થાય તો ડેમના પાટીયા ખોલવાની ફરજ પડશે તો ડેમના નીચાણવારા વિસ્તારના લોકોએ ભાદર નદીમાં અવરજવર નહિ કરવાની એક યાદીમાં જણાવેલ છે. (૨૩.૪)

(12:12 pm IST)