Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઉનામાં ધોધમાર ૬ ઇંચ : મછુન્દ્રી ડેમ ઓવરફલો

વરસીંગપુર રોડ, માધવબાગ રામનગર ખાર! વિસ્તારો જળબંબાકારઃ નીચણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાવવા રેસ્કયુ ટીમ આવી

ઉનામાં ધોધમાર વરસાદ :.. ઉનામાં ધોધમાર વરસાદ વરસી જતાં રોડ ઉપર પાણી ભરાયેલ તે તસ્વીર. (તસ્વીર : નવીન જોષી -ઉના)

ઉના તા.૧૬ : ગઇકાલે સાંજે ૬ વાગ્યા બાદ શરૂ થયેલ ધોધમાર વરસાદ સવાર સુધીમાં ૬ ઇંચ પડી ગયો હતો ઉનાનો મોસમનો કુલ ૧૧ ઇંચ વરસાદ થયેલ છે.

શહેરના વરસીંગપુર રોડ માધવબાગ આનંદ બજાર ચંદ્રકિરણ સોસાયટી રામનગર ખારા વિસ્તારમાં ગોઠણબુડ પાણી ભરાયેલ છે ગીરગઢડા પાસે જંગલ વિસ્તારમાં આવેલ મછુન્દ્રી ડેમ ગઇકાલે રાત્રે ઓવરફલો થઇ રહ્યો છ.ે

ઉનામાં ભારે વરદાસને લીધે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવા રેસ્કયુ ટીમ આવી પહોંચી છે. ગીરગઢડા રોડ સુર્યમુખી હનુમાન મંદિર કોર્ટ પાછળનો વિસ્તારમાં પાણી ભરાયેલ છે.(૬.૧૩)

(12:09 pm IST)