Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

૩૬ કલાકમાં થાનીયાણામાં ૧૭ ઈંચઃ માણાવદરનો રસાલા ડેમ છલકાયો

માણાવદર,તા.૧૬:  માણાવદર પંથકમાં ગઈકાલે ૫ થી ૧૨ ઈંચ ઠેર- ઠેર ભારે વરસાદ બાદ સવારથી સાંજ સુધીમાં વરસાદ ઝંઝાવાતી બેટીંગ કરીને  ફરી થાનીયાણા, ઝીંઝરી, સરદાનગઢ સાઈડમાં બે કલાકમાં ૫ ઈંચ વરસાદે ધમરોળી નાખ્યું છે. જીલાણા, વંળવા-૫, શહેરમાં ૪ ગળવાવ- ભાલેચડા, કતકપરા-૪ ઈંચથી વધુ પડયાના સમાચારો છે.

ભારે વરસાદના પગલે શહેરનો રસાલાડેમ ભારે પ્રવાહ સાથે ઓવરફલો થયો છે. જેનાથી બાંટવાખારા ડેમમાં ૩ ફૂટ જેટલો ડેડ સ્ટોક વધ્યો છે. શહેરમાં ભારે વરસાદથી ઠેર- ઠેર પાણી ભરાયા હતા. ઓઝત તથા ભાદર નદી બે કાંઠે વહે છે. સ્થાનિકો મીતડી રોડ થી બાવાવાડી પુલ સુધી મોટા ભુવા પડયા છે. ગઈકાલના વરસાદથી પંથુરી હનુમાન મંદિરની ત્રણ દિવાલો પડી હતી. શેરડી ગામે ફરી ૫ ઈંચ થી પાદરમાં પાણી ફરી વળ્યા હતા. ૩૬ કલાકમાં ૧૭ ઈંચ વરસાદ થાનિયાણામાં પડતાં જળબંબાકાર થયું હતું.(૩૦.૫)

(12:08 pm IST)