Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જેશર-૯II, ભાવનગર-૫II, પાલીતાણા-બરવાળા રાણપુરમાં ૪ ઇંચ

ઘેડ પંથક, ગીર, સોરઠ, અમરેલી વિસ્તાર બાદ ગોહિલવાડ પણ ભીનોઃ હજુ કચ્છ, હાલાર, દેવભુમી દ્વારકા, મોરબી વિસ્તાર કોરઃ સવારે ગીરગઢડામાં ૨, ઉના-તાલાળામાં અડધો ઇંચઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ યથાવત

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે ગઇકાલ સવારથી આજે સવાર સુધીમા ભાવનગર અને બોટાદ જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે ભાવનગરના જેશરમા સાડા નવ ઇંચ અને ભાવનગરમાં સાડા પાંચ ઇંચ તથા પાલીતાણામાં ૪ ઇંચ તેમજ બોટાદ જીલ્લાના બરવાળા અને રાણપુરમા ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે સવારે ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડામાં ર ઇંચ અને ઉના-તાલાળામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ રાજકોટમાં રાત્રીના અને સવારે વરસાદી ઝાપટા વરસ્યા હતા.

ઘેડ પંથક, ગીર, જુનાગઢ, અમરેલી,ભાવનગર જીલ્લામાં મેઘમહેર થઇ છે જયારે કચ્છ, જામનગર, દેવભુમી દ્વારકા, મોરબી જીલ્લો હજુ વરસાદની રાહ જુએ છે.

ટંકારા

ટંકારાઃ ટંકારામાં રાત્રીના ત્રણ વાગ્યાથી વરસાદના હળવા જાપટાઓ શરૂ થયેલ જે સવારના આઠ વાગ્યા સુધી ચાલુ રહેલ અને ૨૦ મીમી વરસાદ પડેલ છે.

મોસમનો કુલ વરસાદ ૧૫૧ મીમી થયેલ છે. મેઘરાજા મન મુકી વરસે તે માટે લોકો પ્રાર્થનાઓ કરી રહેલ છે.

ગોંડલ

ગોંડલ શહેર તાલુકામાં દિવસ દરમિયાન મેઘાવા માહોલ સર્જાયેલ રહ્યા હતો. ઝરમર ઝરમર વરસાદના કારણે શહેરના રાજમાર્ગો ભીના રહ્યા હતા. જોકે મન મૂકીને મેઘો વરસ્યો ન હતો. ધીમીધારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ જ પરિસ્થિતિ રહેવા પામી હતી.

જામનગર

જામનગર શહેરનું તાપમાન ૩૨.૧ મહતમ,૨૭.૪ લઘુતમ, ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૫.૨ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ આજે સવારે ૭ વાગ્યા સુધીમાં છેલ્લા ચોવીસ કલાકનો ધ્રોલ-૨, જોડીયા-૮ કાલાવડમાં-૩ મીમી વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ભાવનગર

જેશર

૩૧ મીમી

ભાવનગર

૧૩૧ મીમી

શિહોર

૬૧ મીમી

ઘોઘા

૫૨ મીમી

વલ્લભીપુર

૩૬ મીમી

મહુવા

૮૬ મીમી

તળાજા

૭૬ મીમી

પાલીતાણા

૯૪ મીમી

ગારીયાધાર

૧૩ મીમી

ઉમરાળા

૩૮ મીમી

બોટાદ

બોટાદ

૬૯ મીમી

ગઢડા

૨૩ મીમી

બરવાળા

૧૦૫ મીમી

રાણપુર

૯૪ મીમી

ગીર સોમનાથ

વેરાવળ

૧૯મીમી

તાલાલા

૬૫ મીમી

સુત્રાપાડા

૨૩ મીમી

કોડીનાર

૨૫ મીમી

ઉના

૫૦ મીમી

ગીરગઢડા

૮૭ મીમી

અમરેલી

અમરેલી

૨૮ મીમી

બાબરા

૫ મીમી

બગસરા

૫ મીમી

ધારી

૧૨ મીમી

જાફરાબાદ

૩૨ મીમી

ખાંભા

૨૧ મીમી

લાઠી

૫ મીમી

લીલીયા

૨૭ મીમી

રાજુલા

૩૮ મીમી

સાવરકુંડલા

૨૪ મીમી

વડિયા

૧૨ મીમી

કચ્છ

અબડાસા

૨ મીમી

અંજાર

૨૯ મીમી

લખપત

૩ મીમી

મુંદ્રા

૯ મીમી

નખત્રાણા

૫ મીમી

રાપર

૬ મીમી

મોરબી

ટંકારા

૨૨ મીમી

વાંકાનેર

૨ મીમી

મોરબી

૩ મીમી

હળવદ

૨૪ મીમી

રાજકોટ

ધોરાજી

૫ મીમી

ગોંડલ

૧૧ મીમી

જામકંડોરણા

૩ મીમી

જસદણ

૧૨ મીમી

કોટડાસાંગાણી

૧૨ મીમી

રાજકોટ

૫ મીમી

વિંછીયા

૧૬ મીમી

જુનાગઢ

કેશોદ

૧૮ મીમી

વિસાવદર

૧૦ મીમી

વંથલી

૫ મીમી

મેંદરડા

૧ મીમી

માંગરોળ

૨ મીમી

માળીયાહાટીના

૧ મીમી

જુનાગઢ

૧ મીમી

સુરેન્દ્રનગર

ચોટીલા

૧૩ મીમી

જામનગર

કાલાવડ

૩ મીમી

ધ્રોલ

૨ મીમી

જોડિયા

૮ મીમી

પોરબંદર

પોરબંદર

૨ મીમી

કુતિયાણા 

૭મીમી

(11:37 am IST)