Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગુજરાતી ભાષા આપણી સૌની ભાષા તેને પ્રેમ કરોઃ ફિરોઝ ઇરાની જુનાગઢમા

શુક્રવારે રિલીઝ થનાર ''એન્ગ્રી ફેમીલી''

જુનાગઢઃ તસ્વીરમાં ફિરોઝ ઇરાની સહિતના કલાકારો નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ તા.૨૩: આગામી તા.૨૭ એપ્રીલને શુક્રવારના રોજ ૫૦ સિનેમા ઘરમાં ગુજરાતી ફિલ્મ એન્ગ્રી ફેમીલી રિલીજ થવા જઇ રહી છે.

જુનાગઢ સુરજ સિનેપ્લેકસ ફિલ્મના પ્રોડ્યુસર હનીફ નોયડા નરેન્દ્રભાઇ સોની વિકી ફળદુ અને આફિલ્મના કલાકારો ૧૯૬૩ થી ગુજરાતી ફિલ્મમાં ખલનાયક તરીકે રોલ કરનાર ફિરોઝ ઇરાની હિરો સોહિલ નોયડા હિરોઇન નિશા માવાણી ઉપસ્થિત રહી પત્રકારો સાથે વાતચીત કરી હતી.

ફિરોઝ ઇરાની એ જણાવ્યું કે ગુજરાતી ભાષાએ આપણા સોૈની માં છે. ત્યારે તેને પ્રેમ કરવો જોઇએે અને સોૈ કોઇએ ગુજરાતી ફિલ્મોને વેગ આપવા દરેક ગુજરાતી ઓ સહપરિવાર ગુજરાતી ફિલ્મોને ઉમળકાથી વધાવશે તેવી આશા વ્યકત કરી હતી.

અત્યારે લોકો ને કાંઇકને કાંઇક નવું જોઇએ ત્યારે આ ફિલ્મ અન્ય ગુજરાતી ફિલ્મથી જુદી જ પ્રકારની છે. લોકોને પસંદ આવશે. ગુજરાતી ભુમિ ઉપર અલગ અલગ બોલીઓ બોલાય છે. જેમાં લુપ્ત થતી જતી ગુજરાતી ટોન સાથેની સીંધી ભાષાનો પ્રયોગ ફિરોઝ ઇરાની ડોનના પાત્રને મુકી ઉચેરુ બનાવી દીધુ છે.

ફિરોઝ ઇરાની એ જણાવ્યું કે બે પરિવારો વચ્ચે અહંમ ટકરાય છે. વચ્ચે હાસ્યના ફુવારા અને એકબીજા ને જોય લેવાની વચ્ચે ફિલ્મની હિરોઇન એક દિકરીના પાત્રમાં ગજબનો નાટયાત્મક વળાંક લાવે છે. અને દર્શકોને સંપ ત્યાં જંપ નો અનેરો સંદેશો આપવા

આ ફિલ્મના હિરો સોહિલ નોયડા એ જણાવ્યું કે ગુજરાતી ફિલ્મના શુટીંગમાં મને રોલ મળ્યો તેમાં ખાસ કોઇ તકલીફ પડેલ નથી ઉલ્ટાની મજા આવી હતી. અનેહિરોઇન નિશામાવાણી એ જણાવ્યું હતુ કે હું ગુજરાતી હોવાને નાતે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનું મને સદભાગ્ય મળ્યું એનાથી બેહદ ખુશી પ્રાપ્ત થઇ છે.

આ હિરો હિરોઇન ઉપર ફિલ્માંકન કરેલ ગીતો અને સ્ટોરી જુનાગઢના ગિરનાર તળેટી વિલિગ્ટન ડેમ નોબલ કોલેજ અને જેતપુર ના તિરંગા પેલેસમાં લાયન પ્રોડયુસર આઇસફ સુમરા અને વીકી ફળદુ એ જહેમત ઉઠાવી આધુનિક ટેકનોલોજી ના સહારે ઉત્તમ કક્ષાનું કહી શકાય તેવી ફિલ્મ બનાવી છે હિન્દી ફિલ્મ તેરા ઇંતજાર ના પ્રોડયુસર હનીફ નોયડા અને ગુજરાતી ફિલ્મજગત સાથે થીયેટર અને કાસ્ટીંગના વર્ષોના અનુભવી એવા નરેન્દ્રભાઇ સોની સાગરલીલા મયંક ભીમાણી એ આ ફિલ્મને અલગ અંદાજ બનાવવામાં જબરી જહેમત ઉઠાવી છે જુનાગઢ સહિત ૫૫ શહેરોમાં આગામી તા. ૨૭ ને શુક્રવારે રીલીઝ થનારી 'એન્ગ્રી ફેમીલી' ગુજરાતી ફિલ્મ અચુક જોવા જશો. આ ફિલ્મમાં ભરપુર મનોરંજન સાથ ેઆપણા મલકની વાતુ છે.

આ ફિલ્મમાં ગુજરાતી માં ખુબ લોકપ્રિય બનેલા લોકગીતો અને એક જમાનામાં ધુમ મચાવનાર ગીત અચકો મચકો કારેલી ને નવા જ પ્રયોગ સાથે સામેલ કરવામાં આવ્યું છે. ખુબ જ કાળજી પુર્વક બનાવાયેલી આ ફિલ્મ સહ પરિવાર સાથે માણવા જેવી છે.

(3:50 pm IST)