Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભાણવડના નવાગામ સરપંચની ખુરશી ખતરામાં

ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વખત પણ નામંજુર

ણવડ તા૨૩ :  તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણે ગરમી પકડી હોય તેવુ લાગી રહયુ છે. ખાસ કરીને કેટલીક ગ્રામ પંચાયતોમાં રાજકીય સ્તરે સતા પલટાની ચાલ રમાઇ રહી હોવાની ચર્ચાઓ થઇ રહી છે. જેમાં હાલ તો નવા ગામ ગ્રામપંચાયતના સરપંચની ખુરશી પણ ખતરામાં હોવાનું સ્પષ્ટ દેખાઇ રહયું છેે.

પ્રાપ્ત વિગત મુજબ ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ વિરૂધ્ધ હોય એવો માહોલ જોવા મળી રહયો છે અથવા એેમ કહી શકાય કેે રાજકીય  દાવ પેચ ખેલાઇ રહયા છે. ગ્રામ પંચાયતનું બજેટ સો ૈપ્રથમ ૨૦ માર્ચે સરપંચ દ્વારા રજુ કરવામાં આવેલ જેની વિરૂધ્ધમાં આઠમાંથી પાંચ સભ્યોએ મત આપતા નામંજુર ઠર્યા બાદ સરપંચે ૨૮ માર્ચે ફરી બજેટઙ્ગ રજુ કરતા ફરી એકવાર અ ેજ પરિણામ આવેલ. અંતિમ પ્રયાસ તરીકે ર એપ્રિલે ફરી બજેટ રજુ કરવામાં આવ્યુ જેમાં પણ ત્રણ તરફેણ અને પાચ મત વિરૂધ્ધમાં રહ્યા હતા. જેને પગલે પંચાયત ધારાની જોગવાઇ મુજબ તાલુકા પંચાયત દ્વારા બજેટ બેઠકનો રીપોર્ટ જીલ્લા પંચાયતમાં કરવામાં આવ્યો  છે. વધુમાં જાણવા મળ્યાનુસાર સરપંચ ચંદંુલાલ દેવજી કાલરીયાએ અગાઉ લાંબો સમય સરપંચ તરીકે જવાબદારી કુશળતાપૂર્વક નિભાવેલ છે છતાં આ વખતે એવું કયું પરિબળ કામ કરી રહયુ છે કે પાંચ-પાંચ સભ્યો બજેટ બેઠકમાં વિરોધનો સુર ગાઇ રહ્યા છેે ? સરપંચ દ્વારા આ સભ્યોની નોંધ લેવામા ંનહિ આવી હોય કે કેમ ? (૩.૫)

(1:24 pm IST)