Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ચુડાના છતરીયાળા ગામના રેલ્વે ફાટક પાસે ટ્રેન હડફેટે મજુર પરિવારના બાળકનું મોત

 વઢવાણ તા ૨૩: ચુડાના છતરીયાળા ગામ પાસેના રેલ્વે ફાટક પાસે મધ્યપ્રદેશના મજુર પરિવાર મજુરી કામ માટે છતરીયાળા આવ્યા હતા અને ત્યાં મજુરીકામ  કરતા હતા ત્યારે વહેલી સવારના સાડા છ વાગ્યાના અરસામાં રેલ્વેની માલગાડી પસાર થતાં રેલ્વેના પાટા નજીકમાં રમતા વિજય મીઠુભાઇ ડામોર નામના પ વર્ષના બાળક હડફેટે આવતા માલગાડીમા કુચ્ચેે કુચ્ચા બોલી ગયા હતા અને મોત નિપજયુ હતુ ત્યારે આ બનાવમાં મૃતક બાળક વિજયના પિતા મિઠુભાઇ ડામોરે ચુડા પોલીસ મથકે જાણકારી આપતા ચુંડા પોલીસે તપાસ હાથધરી અને અકસ્માતે વિજયનું મોત થયા અંગેની ફરીયાદ નોંધી અગાળની કાર્યવાહી તપાસ હાથ ધરેલ છે.

મૃતદેેહ મળ્યો

ચોટીલા તાલુકાના લાખણકા હરણીયા જતા રોડ ઉપરના સુરઇ ગામ પાસે રાજુભાઇ ભરવાડની વાડીપાસે આવેલ ખરાબાની જગ્યા આવેલ છેે જેને લોકો વીડી ન ામથી ઓળખે છે જયાં એક વૃધ્ધ પુરૂષનો અર્ધનગ્ન અને કોહવાઇ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

આ વૃધ્ધની ઉંમર આશરે ૬૦ વર્ષની હોવાનું અનુમાન છે. લાસને પી.એમ. માટે રાજકોટ ફોકેન્સીક લેબ. માં મોકલવામાં આવેલ છે. લાસ અંગેની તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.

(1:22 pm IST)