Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

તળાજાના બોરડા ગામે હીરાના કારખાનામાં તસ્કરો તાટકયા

ખફેડો ફાડી નીશાચરો રફ અને પાકા મળી અંદાજે અડધા લાખના હીરા ચોરી ગયૉ

ભાવનગર તા.૨૩: સરાજાહેર બનેલી ગુનાઇત ઘટનાઓ પૈકીની અમુક ઘટનાઓ પોલીસ દફતરે ઘટનાથી વાકેફ હોવાછતા સત્તાવાર એફઆઇઆર ન નોંધીને ગુનેગારોને મોકળૂ મેદાન આપવામાં આવે છે તેવીજ એક ચોરીની ઘટના દાઠા પોલીસ તાબાના બોરડા ગામે થયેલ ચોરીને લઇ બનવા પામી છે.

બોરડા ગામના નથુભાઇ રામજીભાઇ ભીલ તળાજા હાઇલ્વે પર હીરાનુ કારખાનું ધરાવે છે તેમના કારખાનામાં ગતરાતના નીશાચરોએ ખફેદો ફાડી પ્રવેશકરી ફર્નીચરના વિવિધ ખાનાઓમાં રાખેલા ઘસેલા અને રફ મળી અંદાજીત પચાસેક હજારના હીરાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હોવાનું નથુભાઇ ભીલએ જણાવ્યુ હતુ. આ પ્રકારની ચોરીને લઇ બોરડા ગામમાં ચકચાર ફેલાઇ હતી.

નીશાચરોની કળાનો ભોગ બનેલ કારખાનેદાર દાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા ગયા હતા. જોકે પોલીસ ફરીયાદ નોંધાઇ નથીનું જણાવ્યુ હતુ. (૯.૧)

(12:14 pm IST)