Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

લાભાર્થી પરિવાર તથા દિલીપભાઇ વસાના હસ્તે આજે

સુરેન્દ્રનગરની સ્વસ્તિક સોસાયટીમાં દેરાસરનું ભૂમિપૂજન તથા ખનન વિધિ યોજાઇ

 રાજકોટઃ તા.૨૩, સિધ્ધાંતમહોદધિ આચાર્ય સમ્રાટ સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજય આચાર્ય ભગવંત વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજ - સુવિશાલ ગચ્છાધિપતિ પૂજય પુષ્યપાલસુરીશ્વરજી મહારાજ પૂજય આચાર્યશ્રી વિજય જય દર્શન સુરીશ્વરજી મહારાજ આદિ આચાર્યના મંગલ આર્શીવાદથી મચ્છુકાઠા મોરબીના જૈન વિશાશ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ઠીવર્ય શ્રી જયંતિલાલ મણીલાલ મહેતા સહપરિવાર સ્વદવ્યથી સુરેન્દ્રનગરના મેઘાણી રોડ ઉપર સ્વસ્તિક સોસાયટીમાં એક સંગેમરગરી દેરાસર બનાવાનો સંકલ્પ કરેલ જેમા મુળનાયક આદેશ્વરજીને બીરાજમાન કરવામાં આવશે.

 ઉપરોકત ૫૦૦ વાર જગ્યામાં ૨ વર્ષ પહેલા બાંધકામની  પ્રક્રિયા ચાલુ કરવાનું નકકી કરેલ પણ સ્થાનિક અમુક તત્વોેએ બાંધકામ ન થાય તે માટે સ્ટે લાવેલ હતા. આ  કામ અટકી ગયેલ. આથી રાજકોટના દિલીપભાઇ વસાએ આ કામ હાથમાં લઇ કાયદેસર રીતે ગર્વરમેન્ટમાંથી પ્લાન પાસ કરાવી તથા સરકારી તથા અર્ધસરકારી ડીપાર્ટમેન્ટમાંથી જગ્યાના તમામ પ્લાનની સંપુર્ણ મંજુરી લઇ આ દેરાસરનું બાંધકામ શરૂ કરાશે. જેની ખનન વિધી તથા ભૂમિપૂજન આજે દેરાસરના લાભાર્થી પરિવાર નરેન્દ્રભાઇ જયંતિભાઇ મહેતા, જીતેન્દ્રભાઇ, સુરેન્દ્રભાઇ, મીનાબેન, અરૂણાબેન, જનકબેન, દિપેનભાઇ, ફાલ્ગુનભાઇ અક્ષયભાઇ તથા દેરાસર માટે સંપુર્ણ સરકારી મંજુરી લાવનાર દિલીપભાઇ વસા તથા અવનીબેન વસાના હસ્તે યોજાઇ હતી. આર્કિટેક પરાગભાઇ શાહનો આ કાર્ય માટે સાથ-સહકાર મળેલ. (૪૦.૩)

 

(12:12 pm IST)