Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

માણાવદરના પીપલાણામાં ઘર પાસેથી નીકળતાં પાંચ શખ્સોનો યુવાન પર હૂમલો

જૂનાગઢ તા. ર૩ :.. માણાવદરના પીપલાણામાં ઘર પાસેથી નીકળતાં પાંચ યુવાનોએ તિક્ષ્ણ હથીયારો વડે હૂમલો કરી યુવાનને ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, માણાવદર તાલુકાનાં પીપલાણા ગામે દલિત વાસમાં રહેતા દલિત વિજય માધાભાઇ વડીયાતર (ઉ.૩૦)ના કુટુંબમાં લગ્ન હોય તેથી વિજયભાઇ બચુભાઇ, પીઠાભાઇના ઘર પાસેથી નીકળેલ.

આથી બચુ પીઠા તેમજ રામાભાઇ બચુભાઇ ઉપરાંત સાગર અને ચંદુ બચુભાઇ તેમજ ભાયા બીજલભાઇએ ઉશ્કેરાઇ જઇ કુહાડી, પાઇપ અને ધારીયા વડે હૂમલો કર્યો હતો.

આ હુમલામાં વિજય વડીયાતરને  ગંભીર પ્રકારની ઇજા થતા તેને જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ. પોલીસે હુમલાખોરો સામે રાયોટીંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(12:11 pm IST)