Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

લીંબડી નગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર -ભેદભાવ ભરી નિતી સામે હોબાળો

ભાજપના ૪૬ સભ્યોએ લેખીતમાં વિરોધ કરતા : કોંગ્રેસના સભ્યો દ્વારા સભાનો બહિષ્કાર રાજકારણ ગરમાયું

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા. ૨૬: લીંબડી ભાજપ શાસિત નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ એજન્ડાઓને ધ્યાને લઈ આ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વિવિધ મુદ્દાઓને લઈ આમને-સામને આવી ગયાં હતા અને પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી ભાજપ શાસિત નગરપાલિકાની સામાન્ય સભા વિવિધ એજન્ડાઓ મુદ્દે યોજાઈ હતી જેમાં સભાની મીટીંગ મીનીટસ મંજુર રાખવી, સભ્યોનો રજા રીપોર્ટ મંજુર કરવો, ત્રીમાસીક હિસાબ વર્ષ ૨૦૧૮-૧૯નો અહેવાલ તેમજ આગામી સામાન્ય ચુંટણી ૨૦૨૦નું ખર્ચ મંજુર કરવા સહિતના એજન્ડાઓને ધ્યાને લઈ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં પાલિકાના કોંગ્રેસના સદ્દસ્યોએ વિવિધ મુદ્દે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો.

ચીફ ઓફીસર પાલિકામાં નિયમીત હાજર રહેતાં નથી, ચુંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતાં નથી, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોય ગંદકી ફેલાય છે, પાલિકાની નિષ્ફળતાના કારણે લીંબડી શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે, ભ્રષ્ટાચાર નાબુદ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ જતાં પ્રજાજનોને હાલાકી પડી રહી છે, કોંગ્રેસપક્ષના સભ્યો દ્વારા રોડ, રસ્તા, પાણી, લાઈટની સુવિધા અંગે કરેલ રજુઆતો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે.

એલઈડી લાઈટ નાંખવામાં પણ વાહલા દવલાની નીતી અપનાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, ટેન્ડર પ્રક્રિયામાં મનફાવે તેવા નિર્ણયો લેવા, દરેક વોર્ડમાં હલકી ગુણવત્ત્।ાવાળા પાવડરનો છંટકાવ, દાખલાની ફીમાં વધારો કરવો, આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર, અનિયમીત પાણી વિતરણ, માનવ કલ્યાણ યોજના અંતર્ગત દરેક સભ્યને ૫ ફોર્મ આપવા આ તમામ બાબતો અંગે કોંગ્રેસના સભ્યોએ સામાન્ય સભામાં વિરોધ દર્શાવ્યો હતો.

જયારે બીજી બાજુ ભાજપ શાસિત નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ ૬ જેટલાં સદ્દસ્યોએ તમામ મુદ્દાનો વિરોધ કરી નિયમ મુજબ ૧૫ દિવસમાં મીનીટ્સની નકલ આપવાની માંગ કરી હતી. જેમાં શાસકપક્ષના નેતા ટીનુભા જાડેજા, ધર્મીષ્ઠાબા ઝાલા, દેવુભાઈ ભરવાડ, શાંતિલાલ ચૌહાણ, ચીકાભાઈ, બાજુબા મહોબતસિંહ સહિતનાઓનો સમાવેશ થાય છે.ઙ્ગ

આમ લીંબડી નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા તોફાની બની હતી અને ખુદ ભાજપના જ નેતા સહિત સાથી સદ્દસ્યોએ લેખીતમાં વિરોધ કરતાં ભાજપના સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો.

(1:03 pm IST)