Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સાવરકુંડલામાં જુગાર રમતા ૪ને ઝડપી લેતી એસઓજી ટીમ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૬ : અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની જીલ્લામાંથીજુગારની બદીને દુર કરવા  જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરવા સુચના આપતા સાવરકુંડલા ટાઉન પો. સ્ટે. વિસ્તારમાં પ્રોહી - જુગાર અન્વયે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે સાવરકુંડલા ટાઉન વ્સિતારમાં નુરાનીનગર,  મદ્રેસાની સામેની શેરીમાં કેટલાક ઇસમો પૈસા પાના વડે તીનપતી નામનો હારજીતનો જુગાર રમે છે. તેવી બાતમીના આધારે અમરેલી  એસઓજી પો.સ.ઇ. એમ.એમ.મોરી તથા એસ.ઓ.જી ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ચાર ઇસમોને જુગાર રમતા ઝડપી લીધેલ.

રેઇડ દરમિયાન પકડાયેલ ઇસમોમાં સાકીર વલીભાઇ ખારાણી, મહમદયુસુફ અબ્બાસમીયા કાદરી, સોકતભાઇ અલ્લારખભાઇ ખોખર, મુસ્તાક કરીમભાઇ શેખનો સમાવેશ થાય છે.

પટમાંથી મુદામાલ કુલ રોકડ રકમ રૂ.રર૭૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩, કિ. રૂ.૧પ૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર, એમ કુલ કિ. રૂ.ર૪,ર૭૦  ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ ચારેય ઇસમો વિરૂધ્ધ સાવરકુંડલા ટાઉન પો. સ્ટે.માં ગુન્હો રજી. કરાવેલ છે.

(1:01 pm IST)