Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોવિડ-૧૯ માટેની મોરબીની પ્રભાત હોસ્‍પિટલ ખોટી રીતે બિલ વસુલી કરતી હોવાનો દર્દીના પરિવારજનોનો આક્ષેપઃ મોત થયા બાદ જાણ કરી મૃતદેહ સાવચેતી વગર મનપાના કર્મચારીઓને સોંપાતો હોવાનો આક્ષેપ

મોરબીઃ અહિંની કોવિડ-૧૯ માટેની પ્રભાત હોસ્‍પિટલ ખોટી રીતે બિલની વસુલી કરતી હોવાનો દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાય રહ્યો છે. તેમજ દર્દીના મોત થયા બાદ પરિવારજનોને જાણ કર્યા પછી મૃતદેહ સાવચેતી વગર મનપાના કર્મચારીઓને સોંપાતો હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે.

આ અંગેની વધુ વિગતો જોઇએ તો પાલિકાના કર્મચારીઓને આ મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા કામગીરી આપવામાં આવી છે. ત્યારે પાલિકાના કર્મચારી વિનુભાઈ ભટ્ટને પ્રભાત હોસ્પિટલના સંચાલકો દ્વારા કપરોના વ્યક્તિની મૃતદેહને કોઈ સાવચેતી કે યોગ્ય રીતે પેક કર્યા વગર ખુલ્લી આપી દેવામાં આવી રહી છે. નગરપાલિકાના લોકો જ્યારે કોરોનાની ડેડબોડી લેવા માટે આવે ત્યારે બોડીને પેક કર્યા વગર આપી દેવામાં આવે છે.

સાથે જ કોરોના પ્રાઇવેટ હોસ્પિટલ પ્રભાત હોસ્પિટલમાં સારવાર માટે લાખો રૂપિયા લઇ લેવામાં આવે છે. છતાં સુવિધાઓ આપવામાં આવતી નથી. તંત્રની મીઠી નજર હેઠળ કોરોનાની પ્રાઇવેટ હોસ્પિટલો લોકોને લૂંટી રહી છે. છતાં તંત્ર મૌન હોવાના ફાયર વિભાગના કર્મચારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

સાથે જ આ તમામ વીડિયો પણ તેઓએ જાહેર કર્યા છે જેમાં ડોકટરો કોઈ સાવચેતી વિના જ મૃતદેહને સોંપી દેતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડતા પાલિકા કર્મચારીઓ ના પરિવાર જનોનું શુ તેવો પણ સવાલ ઉભો થયો છે હાલ આ કોવિડ સેન્ટર પ્રભાત હોસ્પિટલ વિરુદ્ધ તંત્ર કલી કાર્યવાહી કરશે કે કેમએ મોટો પ્રશ્ન ઉભો થયો છે.

આ બાબતે પ્રભાત હોસ્પિટલ ના ડો.ફેનીલ નંદાણી સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ સંપર્ક કરતા ડો.નંદાણીએ જણાવ્યું હતું કે મૃતક કોરોના થી સંક્રમિત હોવાની શંકા હતી જેથી તેઓ સારવારમાં હતા અને મોત બાદ ભારે વજનના લીધે પીપીઈ કીટ ફાટી જતી હતી. જો કે આજે સાંજે  મૃતક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા હાલ સંક્રમણ થતા અટક્યું છે પરંતુ એક વાત ચોક્કસથી છે કે હોસ્પિટલ મેનેજમેન્ટનો આ જવાબ શું યોગ્ય છે? હાલ તો પ્રભાત હોસ્પિટલ પર આક્ષેપો થતાં સાવચેતી પર સવાલો ઊભા થયા છે.

(11:45 pm IST)