Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સિંહોના ચોટીલા પંથકમાં આગમનને ફોરેસ્ટ વિભાગે આનંદભેર આવકાર્યુઃ સિંહે કરેલું મારણ પણ સામે આવ્યું

ચોટીલા પંથકના ગ્રામજનોને ફોરેસ્ટ વિભાગની અપીલ... તેમને છંછેડશો નહી, ટોળામાં ભેગા થશો નહી, ગામ આસપાસ સિંહો હોય ત્યારે ખુલ્લામાં ઢોર બાંધશો નહી : જો આ રીતે જ સિંહો આગળ વધે તો ચોબારી આસપાસ પહોંચી શકેઃ આનંદપુરના વીડી વિસ્તારથી ચોટીલા, માંડલ વીડી અને આગળ જતા રામપરા વીડી સુધી આંટાફેરા જોવા મળી શકેઃ રીટાયર્ડ ફોરેસ્ટર અધિકારીનું મંતવ્ય

તા. ૧૮/૧૧/૨૦૧૯ નાં રોજ આધારભૂત સૂત્રો દ્વારા માહિતિ મળતા સુરેન્દ્રનગર વન વિભાગનાં કર્મચારીઓ ચોટીલા તાલુકાનાં ઢેઢુકી ગામની સીમમાં તાત્કાલીક પહોંચી ગયા હતા. અને ત્યાર બાદ વન વિભાગ સુરે-દ્રનગર દ્વારા સુરેદ્રનગર જીલ્લામાં સિંહ આવેલ હોવાની વાતને સત્ત્।ાવાર રીતે સમર્થન આપેલ છે. આ ધટનાથી સુરેન્દ્રનગરના વન કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરાઈ હતી. આ દ્યટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગ સુરેદ્રનગર ગ્રામજનો પાસે સંયમની અપેક્ષા રાખે છે.

સિંહ વિશે પહેલા થોડું જાણીયે..

 છેલ્લા ર૫ વર્ષથી વધુ સમયથી સિંહો માનવ વસવાટ આસપાસના જંગલ જેવા વિસ્તારોમાં શાંતિપૂર્વક વસવાટ કરી રહ્યા છે.

 સત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના દ્યણા બધા વિસ્તારોમાં સિહો ખેડૂતો સાથે સહ-અસ્તિત્વથી વસવાટ કરી રહ્યા છે.

   જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનાં દ્યણા બધા તાલુકાઓ માં સિંહોના વસવાટને ખેડૂતોએ આવકારેલો છે, કેમકે સિહોથી ખેડૂતોને ખૂબજ મોટો ફાયદો છે.

  સિંહોનાં વસવાટવાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા કાબૂમાં રહે છે. કેમકે ગીર અભયારણ્યની બહાર ખેડૂતો સાથે વસવાટ કરતા સિંહોનો મુખ્ય ખોરાક નીલગાય અને ભૂંડ છે. જયારે ખેતરો ની આસપાસ સિંહ હોય છે ત્યારે નીલગાય અને ભૂંડ થી પાક બચાવવા ખેડ્તોએ રાત્રીનાં ઉજાગરા કરવા પડતા નથી અને કીમતી સમય વેડફાતો બચી જાય છે.

 અભયારણ્યોની બહાર વસવાટ કરતા સિંહો ૬૦ થી ૬૫ % નીલગાય અને ભુંડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ૩૫ થી ૪૦% માલઢોરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

 માલ ઢોરમાં પણ મોટાભાગે રેઢિયાળ માલઢોરનો સિંહ ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

 ગીરનીબહારના વિસ્તારોમાં વસવાટ કરતા સિંહો રેઢિયાળ માલઢોરની સંખ્યા પર પણ આ રીતે કાબુ રાખે છે, કેમકે રેઢિયાળ માલઢોરની સંખ્યા અમુક માત્રા કરતાં વધારે કોઇપણ ગામમાં વધે તો બીજા દ્યણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે.

 કયારેક અમુક કિસ્સાઓમાં સિંહો દ્વારા માલિકીના માલઢોરનું મારણ થતું હોય છે પરંતુ આવા

 કિસ્સાઓમાં સરકાર દ્વારા પુરતું વળતર આપવામાં આવે છે.

 જેજેવિસ્તારોમાં સિંહો કાયમી વસવાટ કરતા હોય છે ત્યાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો પણ લાભ આપવામાં આવતો હોય છે.

 સિંહ અતિશય શકિતશાળી પ્રાણી હોવા છતાં માણસો સાથે સંપૂર્ણ મર્યાદાથી વર્તે છે. ગીરની બહાર વસતા સિંહો કયારેક-કયારેક ખેડૂતોના ખેતરોમાં આશરો લેતાં હોય છે ત્યારે જો તેને છંછેડવામાં ના આવે તો કોઈ જ જોખમ નથી. ગીરમાં દ્યણી વખત આંબાના બાગમાં કે લીંબુડીના બાગમાં સિંહો દિવસે આરામ કરતા હોય છે અને ખેડૂતો કોઈ જ ભય વગર પોતાનું કામ કરતા હોય છે.

 ખેતરમાં અથવા ગામની સીમમાં સિંહ સાથે અચાનક ભેટો થઇ જાય તો સિંહ હુમલો કરતો નથી, તે હંમેશા માણસથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે.

 ખેતરમાં કે ગામની સીમમાં એકલા રમતા નાના બાળકો માટે સિંહ કોઈ જ ખતરો નથી, તે પૂરી મર્યાદામાં રહે છે.

સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ઘ, અને ગુજરાતના તેમજ ભારતના દ્યરેણા સમાન અને ઈશ્વરના પ્રતિકસમાન ગીરનો કેસરી સાવજ આપણા વિસ્તારમાં મહેમાન બનીને આવે ત્યારે આપણી પણ તેના પ્રત્યે કેટલીક ફરજ બને છે.

ગ્રામજનો પાસે વન વિભાગની અપેક્ષાઃ

Wild life protection Äct - ૧૯૭૨ માં સિંહને Schdule - ૧ નાં વન્યપ્રાણી તરીકે રહ્મ ણ આપવામાંઆવેલ છે. તેને પજવવો, ચિડવવો, પરેશાન કરવો વગેરે સજાપાત્ર ગુનો બને છે. આથી

 સિંહોને છંછેડવા નહી.

 લોકોનું ટોળું લઈને સિંહ જોવા જવું નહીં

 સિંહોની હાજરી ગામની આસપાસ હોય ત્યારે માલઢોરને ખુલ્લામાં બાંધવા નહીં

 સિંહો એ નિલગાય, ભૂંડનું કે રેઢીયાળ ઢોરનું ખેતરમાં કે સીમમાં મારણ કર્યું હોય તો ગામમાં એનાવિશેની માહિતી ફેલાવી નહીં.

 ખેતરમાં સિંહ હોય તો પણ ગામમાં વાત ફેલાવી નહીં, કેમકે આવી માહિતીથી અમુક લોકો સિંહને જોવા જતા હોય છે અને દ્યણી વખત સિંહ ને ખલેલ પહોંચાડતા હોય છે. આવા છંછેડાએલા સિંહો દ્યણી વખત હુમલો કરી શકે. આ કારણથી જ ગીરની આસપાસ રહેતા ખેડૂતો સિંહ ખેતરમાં હોવાની માહિતી અન્ય ગ્રામજનોને નથી આપતા હોતા. કેમકે ખેડૂતોએ આપેલી માહિતીથી બીજા લોકો સિંહ જોવા જાય અને સિહ્રને છંછેડે તો બીજા દિવસે છંછેડાએલા સિહ ખેડૂત પર હુમલો કરી શકે.

રાત્રિનાસિંહ મારણ ખાતા હોય ત્યારે તેના પર લાઈટ કરીને અથવા ગાડી લઈને નજીક જવું નહીં.

 જો માલિકીના માલઢોરનું સિંહ મારણ કરે અથવા બિમાર કે દ્યવાયેલ સિંહ દેખાય તો વન વિભાગના કર્મચારીને આ બાબતની જાણ કરવી.

સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે કે જો આપને સિંહ જોવા મળે તો નીચે જણાવેલ નામ અને નંબર પર સંપર્ક કરવો

શ્રી એન. પી. રોજાસરા

(રૈજ ફોરેસ્ટ ઓફિસર/ચોટીલા રેંજ)

૯૪૨૯૯ ૦૫૫૨૫

. શ્રી એન. એસ. પરમાર

(રાઉન્ડ ફોરેસ્ટર ડાક વડલા / ચોટીલા રેંજ)૯૮૭૯૫ ૭૪૪૭૮

(એચ.વી.મકવાણા)

નાયબ વન સંરક્ષક, સુરેન્દ્રનગર.

(3:55 pm IST)