Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જૂનાગઢમાં બાળકોને ગુટકા-સીગારેટનું વેચાણ કરતા ૧૦ વેપારી દંડાયાઃ ધરપકડ

જાહેરમાં ધુમ્રપાન કરતા ૨૧ને રૂ. ૪ હજારનો દંડઃ DYSP પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી

જુનાગઢ, તા.૨૦: સગીર વયના છોકરાઓ ગુટકા તમાકુ સેવન ના રવાડે ચડી ગયા હોય આ દૂષણને અટકાવવા સરકાર દ્વારા અવારનવાર જાહેરનામા તથા ગાઈડ લાઇન્સ બહાર પાડવામાં આવે છે. આમ છતાં, દુકાનદારો દ્વારા તમાકુ અધિનિયમ ના કાયદાનો અમલ થતો ન હોય અને સગીરોને પણ ગુટકા તમાકુ વેચવામાં આવતા હોય, તે અંતર્ગત આવા વેપારીઓ સામે પોલીસે જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં જુનાગઢ પોલીસ દ્વારા આજરોજ જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ રેન્જના ડીઆઇજી  મનીંદર પ્રતાપ સિંદ્ય પવાર તથા જિલ્લા પોલીસ વડા સૌરભ સિંર્દ્યં દ્વારા સગીર વયના બાળકોને તમાકુ તથા ગુટખાનું તેમજ બીડી સિગરેટ વેચાણ વેપારીઓ દ્વારા કરતાં હોવાની ફરિયાદો મળતા, આ અંગે આવા વેપારીઓ વિરુદ્ઘ ગુનાઓ નોંધી, ધરપકડ કરી તેમજ દંડ કરી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચર્નાં કરવામાં આવેલ હતી.

જૂનાગઢ શહેર તથા જિલ્લામાં પાનની દુકાનો તથા અન્ય ગલ્લાઓ લારીઓમાં સગીર વયના છોકરાઓને પણ તમાકુ ની પ્રોડકટ બેરોકટોક વેચાણ થતું હોવાની ફરિયાદો મળતી હોવા આધારે ર્ંજિલ્લા પોલીસ વડા સૌરભ સિંદ્ય ની સૂચર્નાં આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે. કે. ઝાલા, પોલીસ ઇન્સ. આર.બી. સોલંકી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી. બડવા તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરી, કુલ ૧૦ વેપારીઓ વિરુદ્ઘ ગુન્હાઓ નોંધી, ધરપકડ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ર્ંજૂનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા આરોગ્યની ટીમના સભ્યો તેમજ પોલીસ દ્વારા સંયુકત કાર્યવાર્હીં કરી, પાન બીડીની દુકાનની આજુબાજુ તેમજ લારી ગલ્લા પાસે જાહેરમાં ધૂમ્રપાન કરતા તેમજ તમાકુ અધિનિયમનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરી, જાહેરમાં દંડ ફટકારવાની તજવીજ કરવામાં આવેલ છે.

(3:54 pm IST)