Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ચોટીલા પંથક સાવજધામ બનતા કુતુહલઃ સિંહણે ફરી દેખા દીધી

રામપરા ચોબારી આસપાસ વનવિભાગની જુદી-જુદી ટીમો દ્વારા રાત-દિવસ 'ડાલમથ્થા'ની દરેક હિલચાલ ઉપર નજર

ચોટીલા તા. ૨૦: આમતો ચોટીલા પંથકમાં દિપડા જેવા પ્રાણીઓની ખાસ્સી સંખ્યા છે તેમજ સાવજ બે સદી પૂર્વે હોવાની ઇતિહાસમાં રહેલ વાતો થકી જણાઇ આવે છે પરંતુ ચોટીલા વીંછીયાનાં સીમાડાનાં ગામડાઓમાં પશુ મારણ ની ફરીયાદો બાદ દિપડાની શોધમાં રહેલ વન વિભાગ ને બે દિવસ પહેલા સગડ અને સિંહણ સાથે ત્રણેક વર્ષના ડાલમથ્થાને જોવા મળતા આનંદ અનુભવાયેલ છે અને ઉચ્ચ કક્ષાએ આ અંગે જાણ કરતા વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને સિંહ સ્પેશ્યાલીસ્ટો ચોટીલા પંથકની મુલાકાતે આવેલ હતા

ચોટીલા વિસ્તારમાં પ્રથમ વખત સિંહ આવેલ છે તેમજ સ્થાનિકો સાવજની રીતભાત રહેણી કરણીની લાક્ષણીકતાથી અજાણ છે તેમજ અહિયા ફળીયામાં પશુ બાંધવાની ઘરેડ નહી હોવાથી મારણ થતા ખેડૂતો અને પશુપાલકોમાં એક ડર અને ફફડાટ છે જે દુર કરવા અને લોકોને સમજ અને જાગૃતિ આપવા એક અભિયાન જરૂરી છે

ગત રાત્રીનાં બે દિવસ જે પટ્ટા વિસ્તારમાં સિંહણે ચક્કર મારી શિકાર કરેલ ત્યાં ફરી ગઈ કાલે રાત્રે દસ થી ૧૧ વચ્ચે રામપરા વાડી વિસ્તારમાં ફરી દેખાયેલ અને જે સ્થળે મારણ પડેલ છે ત્યાં આવી તેની લાક્ષણીકતા મુજબ થોડુ મારણ ફંફોળી સબ સલામતીની ખાત્રી કરતા ચોટીલા નો આ વિસ્તાર તેને પસંદ હોવાનો જાણે કોલ આપેલ હોય તેમ જણાય છે

સુત્રોમાંથી જાણવા મલ્યા મુજબ બાબરા લીલીયા કોરીડોરમાંથી આ સિંહણ તેના નાના બચ્ચા સાથે આવેલ છે જનરલી શિકાર ઘટતા અથવા એક વિસ્તાર થી કંટાળો અનુભવતા નવા વિસ્તારમાં સાવજ પરીવાર સ્થળાંતર કરે છે જાણકારોનાં જણાવ્યાનુસાર પહેલા એકલી સિંહણ નવા વિસ્તારની શોધમાં બહાર નિકળે છે અને જો યાગ્યા લાગે તો ફરી પોતાના મૂળ વિસ્તારમાં જઈને પરીવાર ને લઈ નવા વિસ્તારમાં પાછી આવે છે પરંતુ ડાલમથ્થુ નાનુ હોવાથી અહીયા તેને સાથે લઈ ને આવેલ હોવાનું માનવામાં આવે છે.

ચોટીલા તાલુકાનાં વન્યપ્રેમીઓએ સાવજના ધામાને શોશ્યલ મિડીયા ઉપર બખુબી વધાવી ચોટીલા નજીક માંડવવનમાં લાવવામાં આવે જંગલના વિકસાવી અને યાત્રાધામ ની સાથે પ્રવાસધામ તરીકે આ પંથકને ડેવલોપ કરાય તેવી સરકાર સમક્ષ માંગ કરેલ છે હાલ ચોટીલા સમગ્ર રાજ્યમાં સિંહણનાં ધામા થી ચર્ચિત બનેલ છે.

(1:12 pm IST)