Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દેવભુમી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી

૪૯પ૦૦ ખેુતોને રજિસ્ટ્રેશન

ખંભાળિયા તા.ર૦ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં મગફળીનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયેલુ હોય તેવા ખેડુતોની મગફળી ખરીદીની પ્રક્રિયા  ગઇકાલથી શરૂ થઇ છે.

દેવભુમી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કામિનીએ જણાવ્યુ હતું કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪૯પ૦૦ ખેડુતોએ મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. હાલ ખંભાળિયા - દ્વારકા માટે ભાટીયા યાર્ડ તથા ભાણવડ, કલ્યાણપુર માટે ભાટીયા ખાતે ખરીદી પ્રક્રિયા પુરવઠા નિગમ દ્વારા શરૂ કરવામાં આવી છે તથા અગાઉની જેમ ખુબ જ કક રીતે ચેકિંગ તથા વિડીયો ગ્રાહ કરીને આ મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે.

રોજ કેર દીઠ ૧૦૦ થી ૧પ૦નું આયોજન ૯૦, દિ ખરીદી ચાલશે

ખંભાળિયા  સહિત જિલ્લાના મગફળી ખરીદી કરો પણ રોજ ૧૦૦ થી ૧પ૦ સુધીના ખેડુતો મગફળી વેચવા માટે આવે તેવું આયોજન કરાયુ છે જો કે ગઇકાલે ખંભાળિયામાં ૧૮૦ ખેડુતો પાસેથી મગફળી ખરીદી કરવાની હતી તેના બદલે માત્ર ૧ર ખેડુતો જ ખરીદીમાં આવ્યા હતા.

રોજ જેમને મેસેજ કરવામાં આવે તે ખરીદી માટે જે તે યાર્ડમાં પહોંચી જાય તેવું કરવા માટે જણાવાયું છે.

(1:10 pm IST)