Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સાવરકુંડલા ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા ૩૨મો ઇનામ વિતરણ, સાંસ્કૃતિક, તથા કન્યા ઉત્કર્ષ પુરસ્કાર કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલામાં ,તા.૨૦: સાવરકુંડલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા ૩૨ મો ઇનામ વિતરણ , સાંસ્કૃતિક તથા કન્યા ઉત્કર્ષ પુરસ્કાર કાર્યક્રમનું શ્રી ગુર્જર ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલામાં વસતા જ્ઞાતિના ધોરણ ૧ થી કોલેજ સુધીના તમામ તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને શૈક્ષણિક કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા માટે અને ધોરણ ૧૦જ્રાક્નત્ન અભ્યાસ કરતી તમામ કન્યા ને કન્યા ઉત્કર્ષ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.આ ઉપરાંત જ્ઞાતિના નાના-નાના ભૂલકાઓ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગીતો પર નૃત્ય કરી અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી અનેરૂ મનોરંજન પૂરું પાડી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવવામાં આવ્યા હતા

પ્રમુખ શ્રી કે.એમ લાડવા , ઉપપ્રમુખ  નાગજીભાઇ બી. કાચા , મહામંત્રી  રોહિતભાઈ સાપરા , મંત્રીવિજયભાઈ, રાજુભાઈ લાડવા , નારણભાઈ, સંજયભાઈ , તથા શ્રી ગુર્જર ક્ષત્રિય યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી જે અંતર્ગત સૌપ્રથમ  સંતો મહંતો શ્રી હસુબાપુ, શ્રી ધના બાપુ ,શ્રી છબિલદાસ બાપુ તથા પ્રમુખ ,ઉપ પ્રમુખ દ્વારા દિપ પ્રાગટ્ય કર્યા બાદ જેમાં ઇનામ વિતરણ ના મુખ્ય દાતા તરીકે ભુપતભાઈ બાબુભાઈ ગેડીયા તથા હસુભાઈ બાબુભાઈ ગેડીયા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા તરીકે કમલેશભાઈ બી. ચૌહાણ (જ્ઞાતિ પ્રમુખ બાપુનગર અમદાવાદ) તથા  નીલેશભાઈ બી ચૌહાણ અને સહાયક દાતા તરીકે પ્રભાબેન વલ્લભભાઈ ચૌહાણ ( સુરત ) હસ્તે ભાવેશભાઈ તથા અતુલભાઇ અને કન્યા ઉત્કર્ષ પુરસ્કાર ના દાતા હીનાબેન વલ્લભભાઈ ગેડિયા હસ્તે પ્રવીણભાઈ તથા વિજયભાઈ દ્વારા સેવા આપવામા આવી હતી .

અતિથિવિશેષ તરીકે ગોવિંદભાઈ પરમાર (જ્ઞાતિ પ્રમુખ.સાવરકુંડલા ) , વલ્લભભાઈ ચોટલિયા- જેઠાભાઈ પરમાર ( ઉપ પ્રમુખ ) એ.બી. યાદવ, દીપકભાઈ મોરી ઉપરાંત ના તમામ પદ અધિકારીઓ અને જ્ઞાતિના તમામ કાર્ય કરતા ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાતિના પીઢ વકતા ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના આજીવન ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ ચૌહાણ દ્વારા સર્વે જ્ઞાતિજનોને એકબીજાની અદેખાઈ છોડી હળી મળીને આગળ વધવા અને જ્ઞાતિને ઉચ્ચ પદ પ્રાપ્ત કરવામાં સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું હતું તેમ મયુર ટાંક ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.(

(1:09 pm IST)