Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ત્રણ માસથી બંધ પડેલી ઓખા-વિરમગામ ટ્રેઇન શરૂ

સાંસદ પુનમબેન માડમે શરૂ કરાવી

ખંભાળિયા તા.ર૦ : દ્વારકાથી રાજકોટ - વિરમગામ  વિ. વિસ્તારોના લોકો માટે પુલને ઉપયોગી અને વર્ષે લાખો રૂપિયાની આવક કરાવતી સસતા ભાડાવાળી લોકલ ટ્રેઇન ઓખા વિરમગામ, વિરમગામ ઓખા પ૯પ૦૩, પ૯પ૦૪ને હાલ ખંભાળિયા - દ્વારકા વચ્ચે રીપેરીંગ કામ ચાલતુ હોય ત્રણ માસથી બંધ હતી તથા હાપા સુધી જ આવતી હતી.

આ ટ્રેન રાત્રે દ્વારકા પહોંચીને સવારે રાજકોટ તરફ જતી હોય ખંભાળિયાથી સવારે પ.૩૦ વાગ્યે નીકળતી જે ખુબજ ઉપયોગીતે બંધ થવાથી ભારે ઉહાપોહ થયો હતો તથા અનેક ગામોના લોકો આગેવાનોએ સાંસદ પુનમબેન માડમને ફરીયાદો કરી હતી જે પછી ગ્રામજનો અધિકારીઓ સાથે મિટીંગો પણ યોજી હતી જે પછી સાંસદની રજુઆત પરથી ડીજીએમ રાજકોટ દ્વારા આ ટ્રેન ફરી શરૂ કરાઇ છે.

આજે આ ટ્રેન રાત્રે દ્વારકા સુધી જશે અને ત્યાંથી સવારે નીકળી વિરમગામ જશે જે ખંભાળિયા સવારે પ.૩૦ વાગ્યે આવશે.

હાલ પુરતી આ ટ્રેન ઓખા નહી જાય પણ દ્વારકા સુધી જશે અને ત્યાંથી પરત ફરશે.

(1:04 pm IST)