Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સુરેન્દ્રનગર જિલ્લાની પાણીની કેનાલોમાં મૃત જાનવરો નાખી જતા ગંભીર રોગચાળો ફેલાયો

મુખ્ય કેનાલો કચરાથી પણ ખદબદે છે છતા તંત્ર તમાશો જૂએ છેસુરેન્દ્રનગર તા.૨૦ :  સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા અનેક સમય થી રોગચાળો ફાટી નિખ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ખાસ કરી રોગચાળા માં પાણી જન્ય રોગ ફેલાયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની હોસ્પિટલ દર્દીઓ થી ઉભરયેલ છે.ત્યારે હાલ માં પણ સુરેન્દ્રનગર જિલ્લા માં રોગચાળા એ માઝા મૂકી છે.

ત્યારે સુરેન્દ્રનગર નગરપાલીકા ની દ્યોર બેદરકારી સામે આવી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં પસાર થતી કેનાલો ગટર કરતા પણ ખરાબ બની છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની મુખ્ય કેનાલ માંથી બોટાદ અને અન્ય અનેક ગામો ના પીવા ના પાણી તરીકે આ કેનાલ ના પાણી નો ઉપયોગ કરે છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં દુધરેજ કેનાલ માં છેલ્લાં ૫ દિવસ થી મરેલું કૂતરું પડ્યું છે..તંત્ર કે કોઈ ને પરવાહ નથી...અને આખું સુરેન્દ્રનગર આ મરેલ કૂતરાં નું પાણી પીવે છે.ત્યારે હાલ પણ આ પાણી નું વિતરણ સુરેન્દ્રનગર જિલ્લા માં પણ આ પાણી નો પીવા માં ઉપયોગ કરવા માં આવે છે.

ત્યારે આ પાણી લોકો પીવે તો માદા ન પડે ? પણ તંત્ર ને તેની કોઈ પરવાહ નથી ત્યારે આ બાબતે તો જ લોકોને અને તંત્ર ને ધ્યાન પર આવશે નહિ તો ૨ વર્ષ પહેલાં ડેમ ફિલ્ટર માં આખો ગધેડો ઓગળી ગયો હતો...અને સુરેન્દ્રનગર આંખે આખો ગધેડો પી ગયાં હતાં તેમ આ કૂતરું પી જશે...અને રોગચાળો તો આમેય છે.

ત્યારે હાલ પાંચ દિવસ થી મારેલું કૂતરૂ હજુ પણ નર્મદા ની કેનાલ માંથી તંત્ર દવારા બાર કાઢવા માં આવીયું નથી.અનેંલોકો ને આ મારેલ કૂતરા વાળું પાણી પીવડાવા માં આવી રહ્યું છે.ત્યારે આગામી સમય માં શુ તંત્ર દવારા આ કેનાલ માં ઠાલવતા મૃત પશુઓ ને આતકવા માં સફળ થશે કે આગામી સમય હજુ પણ સુરેન્દ્રનગર જનતા ને ગટર કરતા પણ ખરાબ પાણી પીવા નો વારો આવશે..છતા તંત્ર તમારો જુએ છે અને પગલા લેવા માટે કોઇ મુહુર્ત જોતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

(12:14 pm IST)