Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ભાવનગરઃ ૭ વર્ષની કુમળી બાળા ઉપરના દુષ્કર્મના કેસમાં આધેડ શખ્સને ૧૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

ભાવનગર તા.૨૦:  એકાદ વર્ષ પૂર્વે ભાવનગર શહેરનાં કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં રહેતા એક આધેડ શખ્સે છ વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની જે-તે સમયે બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાયેલ હતી. આ અંગેનો કેસ  ભાવનગરની સ્પે.પોસ્કો કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો ગુનો સાબિત માની ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૧૫,૦૦૦ /- રોકડ દંડ ફટકારેલ હતો.

 પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૦-૮-૨૦૧૮થી તા. ૨૪-૮- ૨૦૧૮ દરમ્યાન ભાવનગરનાં કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં રહેતા આ કામનાં આરોપી અબુતાલીબ નુરમૈયા વાજ, (ઉ.વ.પપ) નામનાં રાસે ભોગ બનનાર સગીરા (ઉ.વ. ૬ વર્ષ અને ૧૧ માસની માસુમ બાળા આરોપી અબુ તાલીખનાં ઘરે ટી.વી. જોવા જતી હોય, ઉકત આરોપીએ તેનાં રૂમનો દરવાજો બંધ કરી દઈ, સગીરાની સાથે અવાર-નવાર બળાત્કાર કરી, આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કર્યો હોવાની સગીરાની માતાએ જે-તે સમયે સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા. પોલીસે આરોપીઓ સામે  ઇે. પી.કો. કલમ-૩૭૬ (છ), (ટ),(ઠ), (થ) તથા ઈ.પી.કો. કલમ ૫૦૬(૨) અને પોકસો એકટ-૬ મુજબનો ગુનો  નોંધ્યો હતો.

 આ અંગેનો કેસ ભાવનગરનાં સ્પે. પોસ્કો. જજ અને સેકન્ડ એડી. જજ એમ.જે પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી. જે. ખાંભલીયાની દલીલો. દસ્તાવેજી પુરાવા ૩૦, મૌખીક પુરાવા ૧૪ વિગેરે ધ્યાને લઈ આરોપી અબુતાલીબ નુરમૈયા વાડેજની સામે પોસ્કો કલમ-૬ મજબનો ગુનો સાબિત માની આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ તા ૧૦,૦૦૦/-નો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા ઈ પી કો.કલમ-૫૦૬(૨)નાં ગુના સબબ આરોપીને ૫ વર્ષની સજા અને રૂ. ૫, ૦૦૦/- દંડ. જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા અદાલતે ફટકારી હતી તેમજ દંડની રકમ પૈકીની ૫૦% રકમ ભોગ બનનારને વળતર પેટે ચુકવી આપવા અદાલત હુકમ ર્યો હતો.

(12:07 pm IST)