Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગીરસોમનાથ જિલ્લામાં મેડીકલ કોલેજ માટે ઉજળા સંજોગો

નીતિનભાઇ પટેલે આરોગ્ય કલ્યાણ વિભાગને અહેવાલ રજુ કરવા જણાવ્યું

ઉના તા. ર૦ : ગીરસોમનાથ જીલ્લામાં મેડીકલ કોલેજ શરૂ થવાના ઉજળા સંજોગો જણાય રહ્યા છે. આરોગ્ય મંત્રી નીતીભાઇ પટેલે તપાસ અહેવાલ અભિપ્રાયના આદેશ કરવા આરોગ્ય અને કલ્યાણ વિભાગને જણાવ્યું છે.

ગીર સોમનાથ જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રૈયાબેન ડાયાભાઇ જાલોધરાએ ગુજરાતના આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલને પત્ર લખી ગીર સોમનાથ જીલ્લો આર્થિક પછાત હોય આ વિસ્તારના લોકોના બાળકોને મેડીકલ કોલેજના અભ્યસ કરવા ૧૮૦ થી ૩૦૦ કિ. દુર જુનાગઢ, ભાવનગર, રાજકોટ જવુ પડે છે. તેથી ગીરસોમનાથ જીલ્લામાં મેડીકલ કોલેજ શરૂ કરાય તો કોલેજ સાથે મેડીકલ પ્રશ્ને આરોગ્યની સેવા માટે હોસ્પીટલ પણ મળે અને જીલ્લામાં જગ્યા પણ છે.

પત્ર અંગે આરોગ્ય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પત્ર લખી ગીર સોમનાથ જીલ્લામાં મેડીકલ કોલેજ સ્થાપવા તપાસ કરી વહેલી તકે અહેવાલ રજુ કરવા જણાવતા ગીરસોમનાથ જીલ્લામાં મેડીકલ કોલેજ શરૂ થવાના સંજોગો ઉજળા લાગી રહ્યા છે.

(12:07 pm IST)