Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

દરરોજ કેન્દ્ર દીઠ ૧૦૦ થી ૧પ૦ ગુણી મગફળી ખરીદવાનો ટારગેટ

ખંભાળીયા તા.ર૦ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મગફળીનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયેલુ હોય તેવા ખેડુતોની મગફળી ખરીદીની પ્રક્રિયા ગળકાલથી શરૂ થઇ છે.

દેવભૂમિ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે દેવભુમી દ્વારકા જિલ્લામાં કુલ ૪૯પ૦૦ ખેડુતોએ મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું હાલ ખંભાળીયા, દ્વારકામાં ભાટીયાયાર્ડ તથા ભાણવડ, કલ્યાણપુર માટે ભાટીયા ખાતે ખરીદી પ્રક્રિયા નિગમ દ્વારા શરૂ કરવામાં આવી છે. તથા અગાઉની જેમ ખુબજ કડક રીતે ચેકીંગ તથા વીડીયો ગ્રાફી કરીને આ મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે.

ખંભાળીયા સહિત જિલ્લાના મગફળી ખરીદી કરો પર રોજ ૧૦૦ થી ૧પ૦ સુધીના ખેડુતો મગફળી વેચારને માટે આવે તેવું આયોજન કરાયું છે. જો કે ગઇકાલે ખંભાળીયામાં ૧૮૦ ખેડુતો પાસેથી મગફળી ખરીદી કરવાની હાલ તેના બદલે માત્ર ૧ર ખેડુતોજ ખરીદીમાં આવ્યા હતા.

રોજ જેમને મેસેજ કરવામાં આવે તે ખરીદી માટે જે તે યાર્ડમાં પહોંચી જાય તેવું કરવા માટે જણાવ્યું છે.

(11:58 am IST)