Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જસદણના આટકોટ ગામે કાલે ગુરુવારે વીરબાઈમાંની પુણ્યતિથિ ઉજવાશે

શોભાયાત્રા, મહાઆરતી, પૂજન, અન્નકોટ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

જસદણ તા.૨૦: ભુખ્યાજનોને ભોજન અને રામનામની આહલેક જગાડનારા પરમ પૂજ્ય શ્રી જલારામબાપા ના પત્ની પૂજ્ય વિરબાઈમાંની પુણ્યતિથિ નિમિતે આવતીકાલે તા. ૨૧ ને ગુરુવારના રોજ વિશ્વમાં આટકોટ ખાતે આવેલ એક માત્ર મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ અંગે શ્રી વિરબાઈમાં ધામ, શ્રી લોહાણા મહાજન, શ્રી લોહાણા મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે ગુરુવારે સવારે ૭ કલાકે આરતી ૧૧:૩૦ કલાકે મહાઆરતી બપોરે ૧૨ કલાકે અન્નકોટના દર્શન અને મહાપ્રસાદ સાંજે ૪ કલાકે શોભાયાત્રા ૬:૩૦ કલાકે આરતી ૭:૩૦ કલાકે મહાપ્રસાદ આ દરેક કાર્યક્રમમાં સાધુ સંતો, ભાવિકો, અને મહેમાનોને કોઈ તકલીફ કે હાલાકી વેઠવી ન પડે તે માટે આયોજકોએ પાણી થી લઈ આરોગ્ય સુધીની ખડેપગે વ્યવસ્થા કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

(11:51 am IST)