Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગોંડલ પાસે પાંચ ચોરાઉ મોબાઇલ ફોન સાથે રઘુ દેવીપૂજક પકડાયો

પકડાયેલ રઘુ અગાઉ અપહરણ-લુંટના ગુન્હામાં પકડાયો'તો : રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધો

ચોરાઉ મોબાઇલ સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે.

રાજકોટ, તા. ર૦ : ગોંડલના અનીડા ભાલોડી પાસે કારખાનામાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર દેવીપૂજક શખ્સને ચોરાઉ પાંચ મોબાઇલ સાથે રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા મીલકત વિરૂદ્ધના ગુન્હા ડીરેકટ આપેલ સુચનાઓ અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ રવજીભાઇ ગુજરાતી તથા મહિપાલસિંહ જાડેજાને સંયુકતમાં મળેલ હકીકત આધારે ગોંડલ તાલુકા વિસ્તારના ગુંદાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રઘુ ઉર્ફે દામો વાલજીભાઇ વાઘેલા દેવીપૂજક રહે. ગોંડલ, ગુંદાવાળા ચોકડી પાસે, ગેલેકસી હોટલના પાછળના ભાગે શ્રી ગણેશ પ્લાસ્ટીક નામના કારખાના પાસે ને ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં અનીડા ભાલોડી ગામ પાસેથી કારખાનામાં ચોરી કરેલ મોબાઇલ ફોનો તથા અન્ય મોબાઇલ ફોન મળી કુલ ચોરાઉ પાંચ મોબાઇલ ફોન કુલ કિ.રૂ. ર૦,૦૦૦ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ રઘુ દેવીપૂજક અગાઉ સને ર૦૦૮માં રાજકોટ તાલુકા પો.સ્ટે.માં અપહરણ તથા લૂંટના ગુનામાં પકાડયેલ છે અને તે ગુનામાં દસ વર્ષની સજા ભોગવેલ છે.

આ કાર્યવાહીમાં રૂબરલ એલસીબીના રવિદેભાઇ વાજસુરભાઇ બારડ, શકિતસિંહ વનરાજસિંહ જાડેજા, દિવ્યેશભાઇ દેવાયતભાઇ સુવા તથા કૌશિકભાઇ કેશુભાઇ જોષી રોકાયા હતા.

(11:50 am IST)