Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મોરબી-માળીયા પાસે બે અકસ્માતમાં બે ના મોત

લાલપર નજીક ટ્રક પાછળ બાઇક ઘુસી જતા ધર્મેન્દ્ર બામજીયા અને માળીયા પાસે ડમ્પર પલ્ટી ખાઇ જતા

મોરબી, તા. ર૦ :  મોરબી અને માળીયા મિંયાણા પાસે અલગ અલગ બે અકસ્માતમાં બે વ્યકિતઓના મોત નીપજયા હતા.

પ્રથમ બનાવમાં મોરબી જેતપર રોડ પર આવેલ રોઝો કેમિકલ્સ નજીક રહેતા ધર્મેન્દ્ર કૈલાશભાઈ ઉર્ફે ભાવસીંગભાઈ બામનીયા પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ ડી ૩૨૫૮ વાળું લઇને પુરપાટ ઝડપે જતા હોય દરમિયાન લાલપર ગામ નજીક પહોચતા મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવતા આગળ ઉભેલ ટ્રક જીજે ૩૬ ટી ૩૪૯૪ ના પાછળના ભાગે ધુસી જતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મૂળ એમપીના રહેવાસી અને હાલ ટંકારાના મીતાણા રહેતા દીતાભાઈ હિમતભાઇ ડામોર આદિવાસી (ઉ.વ.૨૮) નામનો યુવાન ડમ્પર નંબર જીજે ૦૩ વી ૭૯૫૨ લઈને માળિયા હાઈવે પરથી જતો હોય ત્યારે માણાબા અને અણીયારી વચ્ચે તેનું ડમ્પર ડીવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગયું હતું જે અકસ્માતમાં ડમ્પર ચાલકનું મોત થયું છે માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(11:21 am IST)