Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

માળિયા નજીક ડમ્પર પલટી જતા મિતાણાનાં ચાલક યુવાનનું મોત

માણાબા અને અણીયારી વચ્ચે ડમ્પર ડીવાઈડર અથડાતા પલ્ટી ગયું

 

માળિયા હાઈવે પરથી પસાર થતું ડમ્પર પલટી મારી ગયું હતું જે બનાવમાં ડમ્પરચાલક યુંનું મોત થયું છે

   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલ ટંકારાના મીતાણા રહેતા દીતાભાઈ હિમતભાઇ ડામોર આદિવાસી (..૨૮) નામનો યુવાન ડમ્પર નંબર જીજે ૦૩ વી ૭૯૫૨ લઈને માળિયા હાઈવે પરથી જતો હોય ત્યારે માણાબા અને અણીયારી વચ્ચે તેનું ડમ્પર ડીવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગયું હતું જે અકસ્માતમાં ડમ્પર ચાલકનું મોત થયું છે માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(1:13 am IST)