Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભાજપ જબરા ઓપરેશન માટે પ્રયત્નશીલ

કોંગ્રેસના કોળી સમાજના બે મોટા માથા માને તો લોકસભાની ટીકીટ આપવા સુધીની તૈયારી

રાજકોટ, તા. ૨૩ : સુરેન્દ્રનગર અને જૂનાગઢ પંથકના કોંગ્રેસના મોટા માથાને ખેડવી લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ફટકો આપવાનો ભાજપનો પ્રયાસ હોવાના વાવડ મળે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ બંને બેઠકોમાં કોળી ઉમેદવાર મૂકી જીત મેળવી હતી. આ વખતે પણ બંને બેઠકોમાં કોળી સમાજને ટીકીટ આપવાની ભાજપની ગણતરી છે.

જૂનાગઢ - વેરાવળ પંથકના કોંગ્રેસના અગ્રણી તરફ ભાજપની નજર ઠરી છે. સુરેન્દ્રનગર પંથક માટે પણ એવો જ પ્રયાસ છે. ભાજપે આકર્ષવા ધારેલા બંને કોળી આગેવાનો આકર્ષાઈ જાય તો લોકસભાની ટીકીટ આપવા સુધીની ગણતરી હોવાનું કહેવાય છે. કોંગ્રેસના ૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તે વખતથી આ બંનેનું નામ પક્ષપલ્ટાની સંભાવના બાબતે ઉછળી રહ્યું છે. જો ભાજપનું કથિત ઓપરેશન સફળ થશે તો સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાશે.

(3:19 pm IST)