Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જુનાગઢ જીલ્લામાં મહિલાઓને દાગીના એકના ડબલ કરવાની લાલચ આપનાર ર ઝડપાયા

જુનાગઢ તા. ર૩ :.. જુનાગઢ શહેર વિસ્તારમાં પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગ જુનાગઢ સુભાષ ત્રિવેદીની સુચના હેઠળ લોકસભા ચૂંટણી અનુસંધાને ગુનાઓ અટકાવવા તથા ગે. કા. હથિયારો શોધી કાઢવા તેમજ અસામાજીક પ્રવૃતિઓ નાબુદ કરવા કાર્યવાહી કરવા થયેલ સુચના અન્વયે એસ. ઓ. જી., જુનાગઢ ઇ.ચા. પો. ઇન્સ. જે. એમ. વાળા એસ. ઓ. જી. સ્ટાફ સાથે જુનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો. હેડ કોન્સ. વિક્રમભાઇને ખાનગી બાતમીરાહે હકિકત મળી હતી.

જેમાં મોટર સાયકલ નં. જી. જે. ૧૧ -બી.એન. ૯૭૦૭ માં બે ઇસમો ચોરીનો મુદામાલ લઇ વેચવા માટે જુનાગઢ આવતા હોય જેથી તુરત જ વાડલા ફાટક તરફ રવાના થયેલ અને વાડલા ફાટક પેટ્રોલ પંપ સામે વોચમાં હતાં. દરમ્યાન ઉપરોકત નંબર વાળુ મો. સા. વંથલી તરફથી આવતા તુરત જ રોકી તેઓના નામઠામ પુછતા અબુબકર સુલેમાન પડાયા ઘાંચી ઉ.૪૩ રહે. કેશોદ, લીમડા ચોક, મોચી શેરી તથા સલીમભાઇ મજીદભાઇ મકવાણા ઉ.પ૭ રહે. જુનાગઢ હર્ષદનગરવાળાઓ હોવાનું જણાવતા તેઓને ચેક કરતા સોનાની બંગડી-નંગ-ર તથા કાનમાં પહેરવાના બુટીયા નંગ-ર તથા મોબાઇલ નં. ૩ મળી આવેલ. મજકુર બન્ને પાસે સદરહું દાગીના બીલ હોય તો રજુ કરવાનું કહેતા નહીં હોવાનું જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી સદરહું મુદામાલ ચોરી કે છળકપટ થી મેળવ્યા હતાં.

જેથી સોનાની બંગડી નંગ-ર કિં. રૂ. ૬૦,૦૦૦ તથા કાનમાં પહેરવાના બુટીયા નંગ-ર, કિ. રૂ. ર૦,૦૦૦ તથા મોબાઇલ નંગ ૩ કિ. રૂ. ૧પ૦૦ તથા મો. સા. હોન્ડા યુનિકોન કિ. રૂ. રપ૦૦૦ મળી કુલ કિ. રૂ. ૧૦૬પ૦૦ ગણી કલમ ૧૦ર કબ્જે કરી અને મજકુરને બન્નેને કલમ ૪૧ (૧) ડી મુજબ ધોરણસર અટક કરી અને મજકુર બન્ને ઇસમોની વધુ પુછપરછ કરવા એસ. ઓ. જી. ઓફીસએ લાવી સઘન પુછપરછ કરતા જણાવેલ કે, ઉમર લાયક વૃધ્ધ મહીલાઓ રસ્તે  ચાલીને જતા હોય છે ત્યારે એક ઇસમ તેની પાસે જઇ ખોડીયા મંદિર કયાં આવેલ છે ? ત્યારબાદ બીજો ઇસમ આ મહીલા પાસે જઇ પુછે છે કે પોલીસે તમને શું પુછયું ? અને તમારી સાથે શું વાત કરેલ અને તેઓ મોટા સંત છે. અને તેઓ ભાગ્યે જ કોઇને મળતા હોય છે તેવી વાત કરી વિશ્વાસમાં લઇ બન્ને ઇસમો ભેગા થઇ દાગીના ડબલ કરવાના બહાને વિશ્વાસમાં લઇ દાગીના ઉતરાવી નજર ચુકવી તેઓની પાસે રહેલ નકલી દાગીના આપી રૂમાલમાં વિટી અને આ દાગીના ઘરે જઇ પેટીમાં રાખી દેજો અને સાત દિવસ પછી ખોલતા આ દાગીના ડબલ થઇ જશે તેવો વિશ્વાસ કેળવી અને છેતરપીંડી આચરતા હોવાની કબુલાત આપેલ છે.

આ શખ્સોએ ત્રણેક વર્ષ વંથલી દિલાવરનગર આશરે સવારના આઠેક વાગ્યે આશરે પંચાવનેકથી સાંઠેક વર્ષના વૃધ્ધ મહિલા પાસેથી વેઢલા નંગ-ર છેતરી અને લીધેલ જે જુનાગઢ મીમ જવેલર્સ વોરાની દુકાનવાળાને વહેચેલ હતા અને તેમના રૂ. ૩૬૦૦૦ મળેલ જેથી સદરહું મીમ જવેલર્સવાળાને કોન્ટેક કરી તેમની પાસેથી સદરહું મુદામાલ ઠાળીયો કરી નાખેલ હોય જે ઠાળીયો મીમ જવેલર્સ વાળા અલી અજગરભાઇ હસનઅલી જરીવાલા રજૂ કરતા કિ. રૂ. ૪૦,૦૦૦ ગણી કલમ ૧૦ર મુજબ કબજે કરેલ અને સદરહું ગુન્હો વંથલી પો. સ્ટે. ફ. ૩૬/૧૬ આઇ. પી. સી. કલમ ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે શોધી કાઢવામાં આવેલ છે.

બે અઢી વર્ષ પહેલા જામનગર બસ સ્ટેશનની પાછળના ભાગે આશરે સાંજના પાંચેક વાગ્યે આશરે પચાસથી પંચાવન વર્ષના પહેરેલ બુટીયા નંગ-ર છેતરી અને લીધેલ જે કબજે કરવામાં આવેલ છે. બે અઢી વર્ષ પહેલા જામનગર દરબાર ગઢ ચોકમાં ગયેલ અને આશરે બપોરના બેંક વાગ્યે આશરે પચાસથી પંચાવન વર્ષના બહેન પહેરેલ બંગડી નંગ-ર, છેતરી અને લીધેલ જે કબજે કરવામાં આવેલ છે.

બસ સ્ટેશન પાસેથી એક બહેન પાસેથી ચેન છેતરીને પડાવેલ છે. ચીતાખાના ચોકમાં તેમજ વણજારી ચોકથી એમ. જી. રોડ પર ત્રણેક વર્ષ પહેલા ચેન છેતરીને પડાવેલ છે.

આજથી એક થી દોઢેક વર્ષ પહેલા વેરાવળ બસ સ્ટેશન પાસેથી તેમજ ટાવર ચોકમાંથી ચેન છેતરીને પડાવેલ છે. દોઢેક વર્ષ પહેલા તાલાળા શાક માર્કેટ પાસેથી ચેન છેતરીને પડાવેલ છે.

બેક વર્ષ પહેલા જેતપુર તીનબતી ચોક પાસેથી ચેન છેતરીને પડાવેલ છે. બેંક વર્ષ પહેલા ધોરાજી શાક માર્કેટ પાસેથી ચેન છેતરીને પડાવેલ છે.

બન્ને રીઢા ગુનેગારો છે અને તેઓ ગુન્હાહીત ઇતિહાસ ધરાવે છે. અને અગાઉ માણાવદર, બાંટવા, ઉપલેટા તેમજ ભાયાવદર પોલીસ સ્ટેશન મળી કુલ ૮ ગુનાઓમાં પકડાયેલ છે. મજકુર બન્ને ઇસમોને કબજે કરેલ મુદામાલ સાથે આગળની કાર્યવાહી માટે વંથલી પો. સ્ટે.ને સોંપી આપેલ છે.

કામગીરીમાં એસ. ઓ. જી.ના ઇ. ચા. પો. ઇન્સ. જે. એમ. વાળા તથા પો. હેડ કોન્સ્. એમ. વી. કુવાડીયા, પી. એમ. ભારાઇ, વી. કે. ચાવડા તથા પો. કોન્સ. રાજુભાઇ ઉપાધ્યાય, મજીદખાન, અનિરૂધ્ધસિંહ, મહેન્દ્રભાઇ ડેર, ડ્રાઇવર પો. કોન્સ. બાબુભાઇ, જયેશભાઇ વિગેરે સ્ટાફ જોડાયેલ હતાં.

(3:19 pm IST)