Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બાબરા હોટલ સંચાલક પરિવાર દ્વારા પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ

નશાની હાલતમાં પોતેજ ફર્નીચરમાં તોડફોડ કર્યાનો પોલીસ આક્ષેપ

બાબરા, તા.૨૩: હોળી ધૂળેટીના તહેવાર સબબ પોલીસ ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમી મુજબ મીરા હોટલ તેમજ તેની પાછળના ભાગે આવેલી શિમ વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ થતી હોવાની માહિતી મળતા ફોઝદાર ગીતા આહીર તેમજ સ્ટાફના લોકો તપાસમાં દોડી ગયા હતા તે દરમ્યાન હોટલ સંચાલક(૧)દીનેશભાઇ કેશવભાઇ મકવાણા ઉવ ૪૪ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવેલ અને (૨) સંગીતાબેન દીનેશભાઇ મકવાણા (૩) પુજા  દીનેશભાઇ રહે. મોટીકુકાવાવ તા.વડીયા (હાલ બાબરા ) હોટલ માંથી લોખંડ નો પાઈપ કાઢી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા બાદ નશાની હાલતમાં સંચાલકે પાઈપ વડે પોતે પોતાની મેળે હોટલમાં રહેલ ટેબલ ખુરશી તેમજ ફર્નીચરની તોડફોડ કરવા લાગતા પોલીસે તેમને અટકાવતા સંચાલકે લોખંડનો પાઇપ હાજર પોલીસ સ્ટાફ ને મારવા ઉગામી હોટલમાં ઘરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા સહિત ફરઝ રૂકાવટ બદલ પોલીસ કોન્સ એમ એમ ચોંહાણ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે બનાવ અંગે મહિલા ફોઝદાર તપાસ ચલાવી રહ્યા છે.

(3:17 pm IST)