Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સુરેન્દ્રનગર પોલીસ સામે બુટલેગરના ગંભીર આક્ષેપોઃ વિડીયો વાયરલ

વઢવાણ, તા., ર૩: સુરેન્દ્રનગર પોલીસના અધિકારીઓ સામે બુટલેગરે ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. જેનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

સુરેન્દ્રનગરના એક બુટલેગર દ્વારા વિડીયો ઉતારીને સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો છે. જેમાં આક્ષેપો લગાવીને પોલીસ સામે નામ જોગ આરોપો મુકવામાં આવ્યા છે.

આ બનાવ બાદ પોલીસે બુટલેગર સામે સાયબર ક્રાઇમનો ગુન્હો દાખલ કર્યો છે. જેમાં આઇટી એકટ ર૦૦૦ની કલમ મુજબ સોશ્યલ મીડીયાનો દુરઉપયોગનો ગુન્હો, આઇપીસી કલમ ૪૬૯ મુજબ ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુન્હો, આઇપીસી કલમ ૪૭૧ મુજબ ખોટા દસ્તાવેજને સાચા  કરવાનો ગુન્હો, આઇપીસ કલમ ર૧૧ મુજબ  ખોટી હકિકતન ેસાચી જાહેર કરવાના પ્રયાસ  અંગે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

(3:17 pm IST)