Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કચ્છના પછાત વર્ગને જમીનના કબ્જા મુદ્દે જીજ્ઞેશ મેવાણી જન આંદોલન છેડશે

ભુજ તા. ૨૩ : લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કચ્છમાં રાજકીય ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. કચ્છમાંથી વર્તમાન લોકસભાની ચૂંટણી લડવાની ચર્ચાનું ખંડન કર્યા બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ફરી એકવાર કચ્છના પછાત વર્ગની જમીનના કબ્જાના મુદ્દે જનઆંદોલન છેડવાની ચીમકી આપીને કચ્છમાં રાજકીય ગરમાટો સજર્યો છે.

અગાઉ રાપરમાં પછાત વર્ગની જમીનનો મુદ્દો સફળ રીતે ઉકેલ્યા બાદ હવે જીજ્ઞેશે ભચાઉના પછાત વર્ગની જમીનના કબ્જા માટે તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે. ગઈકાલે ભચાઉમાં મામલતદાર અને પોલીસ સાથે બેઠક કરીને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભચાઉ તાલુકામાં ઠાકોર, કોળી ઓબીસી સમાજની ૬૮૦ એકર જમીન અને દલિત સમાજની ૧૭૫૩ એકર જમીન ઉપર કરાયેલા દબાણને દૂર કરી એ જમીનો નો કબ્જો તેના સાચા હક્કદારો ને સોંપવા તાકીદ કરી હતી. નહીં,તો ઉગ્ર જન આંદોલન છેડવાની ચીમકી આપી હતી.

આ બેઠકમાં ભુપત સોલંકી, નીલ વીંઝોડા અને ભચાઉના દલિત સમુદાય તેમજ કોળી સમુદાયના આગેવાનો હાજર રહ્યા હતા.

(12:10 pm IST)