Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભગવાનભાઇનું સસ્પેન્શન પાછુ ખેચોના નારા સાથે વેરાવળમા રેલીઃ આવેદન

સુત્રાપાડા, તા.૨૩: તાજેતરમાં રાજકીય કિન્નાખોરી દાખવી કાયદાનું ખોટું અર્થદ્યટન કરીને સ્પીકર દ્વારા તાલાળાના લોક પ્રિય કોંગી ધારાસભ્ય ભગવાનભાઇ બારડને ગેર બંધારણીય રીતે ધારાસભ્ય પદેથી દૂર કરાતા ગીર-સોમનાથ જિલ્લા તેમજ સમગ્ર રાજયમાં તેના ઘેરા પ્રત્યાદ્યાત સાથે દિન પ્રતિદિન અન્ય સમાજ માં રોષની લાગણી જન્મી છે. ત્યારે અન્ય સમાજો દ્વારા ભગવાનભાઇ બારડને પ્રચંડ જનસમર્થન મળી રહેલ છે.અને વિવિધ જ્ઞાતિ-સમાજો દ્વારા સસ્પેંશન પાછું ખેંચવા ની માંગ ઉગ્ર બની રહી છે ત્યારે કાલે રોજ વેરાવળ તાલુકાના પ્રજાપતિ સમાજ દ્વારા ડે.કલેકટર શ્રીને સુત્રોચાર સાથે ન્યાય આપવા આવેદન પત્રમાં ઉગ્ર માંગણી કરવામાં આવેલ છે.

અખિલ ભારતીય કુંભકાર મહાસંઘના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ એવા ઉષાબેન કુસકીયા તેમજ વેરાવળ તાલુકા પ્રજાપતિ સમાજના પ્રમુખ અરવિંદભાઈ ચાવડા પ્રજાપતિ ધર્મશાળા-પ્ર.પાટણના પ્રમુખ ગોરધનભાઈ ટાંક,શ્રીબાઇ આશ્રમ તાલાળાના સભ્યો દેવજીભાઈ ડાભી,જીતુભાઇ વાદ્યેલા સહિતના આગેવાનો એ રાજકીય કિન્નાખોરી ને શકત શબ્દોમાં વખોડી કાઢી ને લોકશાહી ની તેમજ ન્યાયની ગરીમાં જળવાઈ રહે તે માટે સસ્પેન્શન પાછું ખેંચવા ઉગ્ર માંગણી કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના અગ્રણીઓ પરબતભાઇ લાડવા,જેન્તીભાઇ દેવળીયા,ગીગાભાઇ ચાવડા, મનીષભાઈ,વિસાવડીયા ગોરધનભાઈ ટાંક, ધનજીભાઈ ચાવડા, કનુભાઈ ચાવડા,અમુભાઈ વીસાવડીયા,જીજ્ઞેશભાઈ ચાવડા,ડાયાભાઇ જેઠવા, સુરેશભાઈ ચાવડા,રવિભાઈ માળવીયા, રવજીભાઈ માલવીય, હરસુખભાઇ ચિત્રોડા, પ્રવીણભાઈ ડાભી, દામાભાઈ પ્રજાપતિ, નરસિંહભાઇ ચાવડા, વીરાભાઈ ચાવડા,ચિરાગભાઈ ડાભી, હિરેનભાઈ દેવળીયા, ભીખુભાઇ ચાવડા, પરસોતમભાઇ ચાવડા,કેતનભાઈ ચાવડા, રક્ષેશભાઈ માલવિયા, વિપુલભાઈ ચાવડા, પરેશભાઈ ચાવડા, ચંદ્રેશભાઇ ચાંદેગરા, રવિભાઈ ચાંદેગરા, નરશીભાઈ ચાવડા, પ્રવીણભાઈ વડુકર, હરેશભાઇ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા, મયુરભાઈ ટાંક, જયંતીભાઈ માલવિયા, જગદીશભાઈ દેવળીયા, કિશોરભાઈ ચાવડા, પ્રકાશભાઈ ડાભી,ભુપેન્દ્રભાઈ વાઘેલા, શૈલેષભાઇ ચાવડા,જીતેન્દ્રભાઈ વાઘેલા,  જયંતીભાઈ નૈના, ભીખાભાઇ પ્રજાપતી, રમેશભાઈ વાઘેલા, કાનજીભાઈ દેવળીયા મહિલા અગ્રણીઓ હેતલબેન ચાંડેગરા, લાભુબેન દેવળીયા,રીનાબેન માલવિયા, અંકિતાબેન દેવળીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ વેરાવળ તાલુકા પ્રજાપતિ સમાજના પ્રમુખ અરવિંદભાઈ ચાવડાની અખબારી યાદીમાં જણાવાયું છે.

(12:10 pm IST)