Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કોડીનારના વડનગરમાં જુગાર રમતા ૧૯ ઝડપાયા

કોડીનાર, તા. ર૪ : તાલુકાના વડનગર ગામે ગીર સોમનાથ એલ.સી.બી. પોલીસે કોળી શેરીમાં રહેતા ભાણાભાઇ કડવાભાઇ સોલંકીના ઘરમાં જુગાર અંગે રેઇડ કરતા કુલ રૂ. ર,૦૮૮૦૦ના મુદ્દામાલ સાથે ૧૩ શખ્સોને ઝડપી પાડયા. જયારે એક શખ્સ નાસી જવામાં સફળ થયેલ. એલ.સી.બી.ના કે.જે. ચૌહાણે કોડીનાર પોલીસમાં ફરીયાદ આપેલ છે.

વડનગર બીટના ડી.એમ. પરમાર સહિતનો પોલીસ કાફલો હોળી-ધુળેટી તહેવાર સબબ વડનગર બીટ વિસ્તારમાં પ્રોહીબીશન તથા જુગાર સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે કડવાસણ ગામે રામાપીરના મંદિર પાસે અમુક ઇસમો જુગાર રમે છે તેથી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કુલ રૂ. ૧૦,૯૩૦ના મુદામાલ સાથે કુલ છ શખ્સોને ઝડપી પાડયાની કોડીનાર પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

(11:58 am IST)