Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સિંચાઇના પાણી પ્રશ્ને સોમવારે પરિણામ ન મળે તો તળાજામાં ખેડૂતો દ્વારા આંદોલન

ભાવનગર તા. ૨૩ : શેત્રુંજી કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ત્રણ પણ સિંચાઈ માટે આપવાના બદલે માત્ર બેજ પાણ આપવામાં આવ્યા. હાલ પંદર ફૂટ થી વધુ પાણી છે. એમાંથી ત્રણેક ફૂટ જેટલું પાણી ખેડૂતોને આપવામાં આવેતો શેરડી, ડુંગળી, કેળ, ખેડૂતોનો  ઘાસચારો બચી જાય. કરોડો રૂપિયાની નુકશાનીથી ખેડૂતો બચી જાય તેવી માંગ સાથે કલેકટરને સિંચાઈનું પાણી આપવા માટે આવેદનપત્ર આપેલ હતું.ઙ્ગ

ખેડૂતોની વાત ધ્યાને ન લેવાતા પાણી ન છોડવામાં આવતાઙ્ગખેડૂત આગેવાનો દ્વારા શુક્રવારે વિશ્વ જળ દિવસે જ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર પાલીતાણા ચોકડી ખાતે રસ્તાપર ઉતરી જઇ ચકકાજામનો કાર્યક્રમ જાહેર કરેલ હતો. જેને લઈ ખેડૂતોકહી શકાયકે માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ વખત મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. યાર્ડના ગ્રાઉન્ડમાં જ ખેડૂતો રહે તેમાટે પોલીસ એ ખેડૂત આગેવાન સાગર રબારી સાથે પરામર્શ કરેલ. ખેડૂતોની મોટી સંખ્યા હોય બાદમાં સિંચાઈ વિભાગના ઈજનેર લાખનોત્રા દોડી આવ્યા હતા. ઈજનેર એ પોતાના લેવલે ઉચ્ચ અધિકારી સાથે મોબાઈલ પર પરામર્શ કરી બે કલાક બાદ ખેડૂત આગેવાનો અને ઈજનેર લાખનોત્રા ગ્રાઉન્ડમાં ખેડૂતો સમક્ષ આવ્યા હતા. ખેડૂતોનો રોષ હાલ પૂરતો ખાળવા માટે ઈજનેરે સરકારમાં દરખાસ્ત કરીશું. મંજૂરી મળ્યે પાણી છોડવામાં આવશે તેમ જાહેર સંબોધન કર્યું હતું.

આગેવાનોએ પણ સિંચાઈ અધિકારીની વાત પર વિશ્વાસ મૂકી આજે નેશનલ હાઇવે પરનો ચક્કાજામનો કાર્યક્રમ મોકૂફ રાખવાનું જણાવ્યું હતું. સાથે ચીમકી ઉચારી હતી કે સોમવાર સાંજ સુધીમાં પાણી નહિ છોડવામાં આવેતો પાણી લેતા આપણને આવડે છે. આંદોલનની કરીશું .આગેવાનોની વાત માન્ય રાખી ખેડૂતો શાંતિપૂર્વક વિખેરાઈ ગયા હતા. આમ ખેડૂતોનું આજનું રસ્તા રોકો આંદોલન રોકવામાં પ્રશાસન સફળ રહયુ હતું. ખેડૂતોમાંથીજ સાંભળવા મળ્યું હતું કે સોમવાર સુધીની લોલીપોપ આપી દીધી છે.

ખેડૂતો માટેની સરકાર હોવાનો દાવો વર્તમાન સરકાર કરી રહી છે. પણ આજ ખેડૂત આગેવાન સાગર રબારી અને સિંચાઈ વિભાગની બેઠકમાં ગાંધીનગર સુધી મોબાઈલ રણકયાં હતા. તેમાંથી કહી શકાયકે સરકારને ખેડૂતોની લગરીકેય પડી નહોય. કલેકટરને આપેલ આવેદનપત્ર ની જાને કોઈજ અસર થઈ નહોય. સમાચાર માધ્યમોમાં આવતા સમાચારોની પણ કોઈ અસર ન હોય તેવી ચોંકાવનારી વિગત સામે આવી હતી. ગાંધીનગર સુધી હજુ ભાવનગર ના ખેડૂતોની પાણી આપવાની માગ છે તેવી દરખાસ્ત આવીજ નથી તેવું બહાર આવ્યૂ હતું. આથી હવે સિંચાઈ વિભાગ દરખાસ્ત કરશે.તેની સામે સાગર રબારી એ જણાવ્યું હતું કે રૂબરૂ જઈને દરખાસ્તની નકલ મેળવીશ.

સરકારના વિવિધ વિભાગોના સિંચાઈનેઙ્ગ લગતા આંકડાઓ, ખેડૂતોની માસિક આવક, કૃષિ વિકાસ દરના આંકડાઓમાં મોટો તફાવત જોવા મળેછે. તેમ સાગર રબારીએઙ્ગ જણાવી વધુ ઉમેર્યૂ હતું કે મારા અભ્યાસ દરમિયાન આવતા દસ વર્ષમાં સૌરાષ્ટ્ર વાસીઓને પાણીની અછતના પગલે હિજરત કરવાનો વખત આવશે.

સિંચાઈ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતુંકે સ્ટાફની અછત મોટી છે. તેની વચ્ચે ખેડૂતો દ્વારા જયારે જયારે સિંચાઈનું પાણી છોડવામાં આવેછે ત્યારે ત્યારે ખેડૂતો દ્વારજ પાણી નો બેફામ બગાડ કરવામાં આવે છે.

ખેડૂતોનેઙ્ગ સંબોધતા આગેવાનો એ સૌની યોજનાના ૧૨૦૦ કરોડ નકામા.ગયા છે. ભૂંગળાઓ દ્વારા શેત્રુંજી ડેમ ભરાશે નહિ.

બે મોટી - મોટી કેનાલો દ્વારા પાણી છોડવામાં આવે ત્યારે મહિને પાંચેક ફૂટ પાણી માંડ ખાલીઙ્ગ થાય છે. તેમ કહી સૌની યોજનાને લઈ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા.

માત્ર ખેડૂતો દ્વારા જ ખેડૂતો માટે જ સિંચાઈનું પાણી છોડવા માટેના રસ્તા પર ઉતરવાના આજનાં આંદોલનને લઈ તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય કનુભાઈ બારીયા, જી.પં.ના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા સહિતનાએ આવી આંદોલન ટેકો જાહેર કર્યો હતો. જોકે ખેડૂત આગેવાનો એ બિનરાજકીય આંદોલન છે. અહીં કોઈપણ પક્ષના આગેવાનો ખેડૂતના હીતની વાત કરી શકે તેમ ચોખવટ કરી હતી.

(11:49 am IST)