Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગવરીદડમાંથી ૧ કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લેતી એસઓજી

રાજકોટ, તા. ૨૩ :. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસમેન રાજુભાઈ ગીડા અને અનિલસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે મોડી રાત્રે રાજકોટ તાલુકાના ગવરીદડ ગામે ભાડાના મકાનમાં રહેતા બે શખ્સોને ૧ કિલો ૬૨ ગ્રામ ગાંજા સાથે ઝડપી લેવાયા હતા. એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૦(બી) હેઠળ ગુન્હો નોંધી પી.આઈ. આર.વાય. રાવલએ અજીત પ્રદીપભાઈ દાસ (ઉ.વ.૩૧, રહે. ગવરીદડ) અને મહેશ ઉર્ફે લાલો રામસિંગ ખાખરીયા (ઉ.વ. ૨૬, રહે. કોઠારીયા હુડકો)ની બે મોબાઈલ અને ૬૩૭૨ની કિંમતના ગાંજા સાથે ધરપકડ કરી હતી. આ કામગીરીમાં પીએસઆઈ એચ.એમ. રાણા, પો.સ.ઈ. બી.કે. ખાચર તથા પો. હેડ કોન્સ. રાજુભાઈ ગીડા, વિજયકુમાર શુકલા, મનરૂપગીરી ગૌસ્વામી, ધર્મેન્દ્રસિંહ રાણા તથા પો. કોન્સ. જયંતિગીરી ગૌસ્વામી, ક્રિપાલસિંહ ચુડાસમા, અનિલસિંહ ગોહિલ, બ્રીજરાજસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ ગઢવી, ચેતનસિંહ ગોહિલ, ગીરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.

(11:49 am IST)